યુધ્ધની અસર: બ્રિટને રશિયાના સાંસદો પર પ્રતિબંધ મૂક્યો
લંડન, યુક્રેન પર રશિયાના આક્રમણને ૧૬ દિવસ પૂરા થઈ ગયા છે અને બંને દેશો વચ્ચે સમાધાનની કોઈ શક્યતા દેખાતી નથી.ત્યારે પશ્ચિમી દેશો રશિયા પર વધુ આર્થિક પ્રતિબંધો મૂકી રહ્યા છે.આ શ્રેણીમાં બ્રિટને રશિયાની સંસદના નીચલા ગૃહ ડ્યૂમાના ૩૮૬ સાંસદો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.ડ્યુમાના આ બધા સાંસદોએ યુક્રેનના લુહાન્સ્ક અને દોનેત્ક્સ પ્રાંતોને સ્વતંત્ર ગણરાજ્યરૂપે માન્યતા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પ્રતિબંધોના પગલે રશિયન સાંસદો બ્રિટનનો પ્રવાસ કરવા,બ્રિટનમાં તેમની સંપત્તિનો ઉપયોગ કરવા અને કારોબાર કરી શકશે નહી.આ પ્રતિબંધો છતાં રશિયાએ યુક્રેન પર હુમલાની તીવ્રતા વધારી છે અને હવે તેણે પશ્ચિમ યુક્રેનના શહેર પર હુમલો શરૂ કર્યો છે અને રાજધાની કીવ પર દબાણ વધાર્યું છે.
ત્યારે યુક્રેને કહ્યુ છે કે રશિયાના આક્રમણના કારણે દેશને અંદાજે ૧૦૦ અબજ યુએસ ડોલરનું નુકસાન થયું છે.આ યુદ્ધના કારણે યુક્રેનમાં કામધંધા બંધ થઈ ગયા છે અને ૨૫ લાખથી વધુ લોકોએ હિજરત કરવાની ફરજ પડી છે.
યુક્રેન પર રશિયન આક્રમણનો વિરોધ કરી રહેલા અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક આકરા આર્થિક પ્રતિબંધો મૂક્યા છે.ત્યારે આ શ્રેણીમાં દેશોએ રશિયાનો મોસ્ટ ફેવર્ડ નેશનનો ટ્રેડ દરજ્જાે પાછો ખેંચી લેવાની જાહેરાત કરી છે.આ ર્નિણયના પગલે રશિયાની આયાતી વસ્તુઓ પર પશ્ચિમી દેશો ટેરીફ વધારી શકશે.HS