Western Times News

Gujarati News

યુધ્ધને કારણે વિશ્વભરના અબજાેપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો

નવીદિલ્હી, રશિયા યુકેરિન યુદ્ધના કારણે, વિશ્વભરના શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે વિશ્વભરના અબજાેપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે.

આ સંકટના કારણે વિશ્વના ટોચના ૧૦ અબજપતિઓની નેટવર્થમાં ૩૪.૧૪ અબજ ડોલર એટલે કે ૨.૫૭ લાખ કરોડ રૂપિયાનો નાશ થયો છે. જેમાં એલન મસ્કને સૌથી વધુ નુકસાન થયું છે. તે જ સમયે, વિશ્વના ૧૦મા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને પણ મોટું નુકસાન થયું છે. આવો તમને એ પણ જણાવીએ કે કયા અબજપતિને કેટલું નુકસાન થયું છે.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિ ૧૩.૭ બિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. હવે તેમની કુલ સંપત્તિ ૨૧૧.૫ બિલિયન ડોલર બાકી છે.

જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં મસ્કની કુલ સંપત્તિ ૩૪૦ અબજ ડોલર હતી. બીજી તરફ, વિશ્વના બીજા સૌથી અમીર બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને તેમની નેટવર્થમાંથી ૮૮૦ મિલિયન એટલે કે રૂ. ૬૬૦૦ કરોડનું નુકસાન થયું છે. જે બાદ તેમની કુલ નેટવર્થ ઘટીને ઇં૧૮૧.૮ બિલિયન થઈ ગઈ છે.

એમેઝોનના માલિક જેફ બેઝોસને પણ મોટું નુકસાન થયું છે. આ સંકટના કારણે બેઝોસને ૫.૪ અબજ ડોલર એટલે કે ૪૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં તેઓ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની પાસે કુલ ૧૭૦.૭ બિલિયન ડોલરની સંપત્તિ છે. સફળતા મેળવવા માટે બિલ ગેટ્‌સની આ વાત જાણવી ખુબ જ જરૂરી છે, વાંચીને તમને પણ શૅર કરવાનું મન થશે.

બીજી તરફ બિલ ગેટ્‌સની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. માઇક્રોસોફ્ટના શેરમાં ઘટાડાને કારણે બિલ ગેટ્‌સે ઇં૧.૭ બિલિયન એટલે કે રૂ. ૧૨૮૦૦ કરોડનું નુકસાન કર્યું છે.

તેમની પાસે હાલમાં ઇં૧૨૬.૫ બિલિયનની નેટવર્થ છે. આ સંકટમાં વોરન બફેટને પણ નુકસાન થયું છે, જેની કિંમત ઇં૧.૪ બિલિયન એટલે કે ૧૦૫૦૦ કરોડ રૂપિયા છે. જે બાદ તેમની કુલ સંપત્તિ ઘટીને ઇં૧૧૨.૧ બિલિયન થઈ ગઈ છે. વોરન બફેટ વિશ્વના સૌથી મોટા રોકાણકારોમાંના એક છે. જેમની ઘણી કંપનીઓમાં હિસ્સો છે.

બીજી તરફ, ગૂગલના બીજા સ્થાપક સર્ગેઈ બ્રિનને પણ ૧.૫ અબજ ડોલર એટલે કે ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. હવે તેની કુલ નેટવર્થ ઇં૧૦૪.૯ બિલિયન છે. વિશ્વના ૮મા સૌથી અમીર વ્યક્તિ લેરી એલિસનને ૨.૭ અબજ ડોલર એટલે કે ૨૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન બાદ તેમની નેટવર્થ ઘટીને ઇં૯૯.૩ બિલિયન થઈ ગઈ છે.

યુક્રેન-રશિયા સંકટને કારણે સ્ટીવ બાલ્મરને ૨ બિલિયન ડોલર એટલે કે ૧૫ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન બાદ તેમની નેટવર્થ ઘટીને ઇં૯૦.૫ બિલિયન થઈ ગઈ છે. તે જ સમયે, એશિયા અને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ આ વેચવાલીને કારણે નેટવર્થમાં લગભગ ૪ ટકાનું નુકસાન કર્યું છે. આજે તેમની નેટવર્થમાં લગભગ ૩૦ હજાર કરોડનો ઘટાડો થયો છે. જેના કારણે તેમની કુલ નેટવર્થ ઘટીને ૬.૬૦ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.