યુધ્ધ ખેંચવાની રશિયાની વ્યુહાત્મક સ્ટ્રેટેજી

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી, રશિયા-યુક્રેન વચ્ચે ભયાનક યુધ્ધ છેલ્લા ર૦ દિવસથી ચાલી રહ્યુ છે. બંન્ને દેશોની સેના આમનેસામને આવી ગઈ છે. એરફોર્સ, નેવીની સાથે ભૂમિદળનો ઉપયોગ થઈ રહ્યો છે.
યુક્રેન રશિયાને જબરજસ્ત ટક્કર આપી રહ્યુ છે ત્યારે સૌ કોઈને આશ્ચર્ય થાય છે અને પ્રશ્ન એ થાય છે કે રશિયા યુક્રેનનો સામનો કરી શકતુ નથી. નાનુ અમથુ યુક્રેન રશિયા સામે બાથ ભીડી રહ્યુ છે. તે પણ હકીકત છે. જાે કે અભિપ્રાયો અલગ અલગ હોઈ શકે છે. કેટલાંક સંરક્ષણ નિષ્ણાંતો માની રહ્યા છે કે રશિયા વધારે સમય લઈ રહ્યુ છેે તે તેની યુધ્ધ વ્યુહરચના છે. અને તેનો એક ભાગ છે.
રશિયા યુધ્ધ લાંબુ ખેચીને અમેરીકા-યુરોપને ઘુંટણીયે લાવવા માંગે છે.??! રશિયા તો આર્થિક રીતે પાછુ ધકેલાઈ જશે પણ સાથે સાથે અમેરીકા યુરોપને પણ આર્થિક રીતે બરબાર કરી નાંખશે. કહેવાય છે કે રશિયા રોજનું પાંચ મિલીયન બેરલ ક્રુડ ઓઈલનું ઉત્પાદન કરે છે.
તુમાંથી લગભગ અડધુ યુરોપમાં નિકાસ કરે છે. યુરોપિયન દેશોમાં ગેસ-ઓઈલના પુરવઠાનો સપ્લાય ઓછો થતાં સામાન્ય પ્રજામાં કકળાટ શરૂ થઈ જશે. સાથે સાથે મોંઘવારી પણ ભડકાવશે.તેમાંથી અમેરીકા પણ બાકાત રહી શકશે નહી. રશિયા આર્થિક રીતે તો ખંુવાર થઈ જશે પણ બીજાને પણ સાથે ડૂબાડી દેશે એવો પુતિનનો પ્લાન હોઈ શકે છે. અને તેથી જ આશ્ચર્યજનક રીતે રશિયા યુધ્ધ લાંબુ ખેચી રહ્યુ છે.
રશિયા જે રીતે તેની અરેફોર્સ-નેવીનો ઉપયોગ કરી રહ્યુ છે તેનાથી સંરક્ષણ નિષ્ણાંતો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. રશિયા પાસે ૧ર હજાર ટંક અને ૧પ થી ર૦ લાખનું સૈન્ય બળ છે. ભૂમિદળ પણ કમ નથી. બીજા હજારો સાધનો છે. એ ભૂલવુ ન જાેઈએ કે ઈરાક-ઈરાન વચ્ચે વર્ષો સુધી યુધ્ધ ચાલ્યુ હતુ. તેમનેે શસ્ત્રોની ખોટ પડી નહોતી. તો રશિયા તો દુનિયાની નંબર ટુ મહાસત્તા છે. તેની પાસે ર૦ દિવસમાં દારૂગોળો પતી જાય એ કારણ બેસતુ નથી.
ખુદ અમેરીકાના કેટલાંક સંરક્ષણ નિષ્ણાંતોએ થોડા દિવસ પહેલાં જ જણાવ્યુ હતુ કે રશિયાએ માત્ર ૧૦ ટકા જ શક્તિનો ઉપયોગ કર્યો છે. આજ બતાવે છે કે રશિયાની થીંકટેંકની કંઈક જુદી જ યુધ્ધ સ્ટ્રેટેજી હોઈ શકે છે. એ હકીકત છે કે આર્થિક પ્રતિબંધો રશિયાને ભારે પડી શકે છે. પણ રશિયા ડૂબશે તો અમેરીકા-યુરોપના દેશોને પણ ડૂબવાનો વારો આવશે તેવો તર્ક અસ્થાને નથી.