યુધ્ધ જીતવા પોતાની ક્ષમતા વધારો: જિનપિંગનો સેનાને આદેશ
બીજીંગ, પૂર્વ લદ્દાખમાં સીમાને લઇ ભારત અને ચીન વચ્ચે તનાવ જારી છે બંન્ને દેશોમાં જારી તનાનતી વચ્ચે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે સશસ્ત્ર દળોને વાસ્તવિક યુધ્ધની પરિસ્થિતિઓમાં પ્રશિક્ષણને મજબુત કરવા અને યુધ્ધ જીતવાની પોતાની ક્ષમતા વધારવાનો આદેશ આપ્યો છે.સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીએ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ને ૨૦૨૭ સુધી અમેરિકી સેનાની બરોબર ક્ષમતા બનાવવાની યોજના બનાવી રહી છે.
શિ જિનપિંગે કહ્યું કે સેનાને યુધ્ધ જીતવાના સ્તર વાળા પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવું જાેઇએ તાજેતરમાં તેમણે આ વાત પર ભાર મુકયો હતો કે જાે પીએલએ ખુદને અન્ય અગ્રણી શક્તિઓની બરાબરીમાં પહોંચવા માટે એક આધુનિક યુધ્ધક શક્તિમાં બદલવા માંગે છે તો તેને કૃત્રિમ બુધ્ધિમતા જેવી અત્યાધુનિક ટેકનીકોને અપનાવવી જાેઇએ.
સ્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના સીપીસીનું નેતૃત્વ કરવા અને લાંબા સમય સુધી રાષ્ટ્રપતિના પદ પર બિરાજમાન ૬૭ વર્ષીય શી સેન્ટ્રલ મિલિટ્રી કમીશન સીએમસીના અધ્યક્ષ પણ છે. જે દેશના ૨૦ લાખ સૈનિકોની ક્ષમતા વાળઈ સેનાના સર્વોચ્ચ કમાન છે એ યાદ રહે કે ભારત અને ચીનની વચ્ચે મેથી જ તનાવ જારી છે અને તેને ઓછો કરવા માટે લગભગ આઠ તબક્કાની વાર્તા થઇ ચુકી છે.
શિન્હુઆના રિપોર્ટ અનુસાર સીએમસીની બેઠકમાં પણ શી નવા તબક્કા માટે સેનાને મજબુત કરવાની સાથે સાથે સૈન્ય રણનીતિ પર પાર્ટીના વિચારને લાગુ કરવા પર ભાર આપ્યો શીનું નિવેદન એવા સમયે આવ્યો છે જયારે છ મહીનાથી વધુ સમયથી પૂર્વ લદ્દાખમાં ભારત ચીનની વચ્ચે સીમા પર ગતિરોધની સ્થિતિ છે.HS