યુનિક વિઝ્યુઅલ એક્સ્પીરિયન્સ આપવો જરૂરી છે : અનુષ્કા શર્મા
મુંબઈ: અનુષ્કા શર્માનું કહેવું છે કે, લોકો એકસરખી ફાર્મ્યુલાને સ્ક્રીન પર જાઈને કંટાળી ગયા છે એથી જ તે વિઝ્યુઅલ પર વધુ ધ્યાન આપે છે. અનુષ્કાએ હાલમાં જ નેટફિ્લક્સ માટે ‘બુલબુલ’ રિલીઝ કરી હતી. આ ફિલ્મની સ્ટોરીને ઘણાં વર્ષ પહેલાંની દેખાડવામાં આવી હતી અને એ માટે ઘણી વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અનુષ્કાના પ્રોડક્શન-હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા તેણે ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેમના દ્વારા ત્રણ સુપરનૅચરલ-ફેમિનિસ્ટ ફિલ્મને બાલીવુડમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મોમાં ‘ફિલ્લૌરી’, ‘પરી’ અને ‘બુલબુલ’નો સમાવેશ થાય છે.
આ વિશે વાત કરતાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘અમારા માટે અમે સ્ટોરી કેટલી યુનિક રીતે કહીએ એ ખૂબ જ મહત્ત્વનું છે અને અમે હંમેશાં સ્ટોરીને અલગ રીતે કહેવાનો પ્રયાસ કરીએ છીએ. મને હંમેશાંથી લાગતું આવ્યું છે કે આજે દર્શકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિઝ્યુઅલ ખૂબ જ મહત્ત્વનાં છે અને એના દ્વારા અમને પણ દર્શકો સામે નવી રીતે સ્ટોરી રજૂ કરવાનો ચાન્સ મળે છે. કર્ણેશ અને હું હંમેશાં સ્ટોરી ટેલિંગનો ટ્રેડિશનલ વે તોડવા માગતા હતા, કારણ કે દર્શકો એ ફાર્મ્યુલા જાઈ-જાઈને કંટાળી ગયા છે. તેઓ હંમેશાં પોતાને નવી વસ્તુઓમાં બિઝી રાખવાનું ઇચ્છે છે. આ જ અમારી સૌથી મોટી તાકાત છે.
‘ફિલ્લૌરી’, ‘પરી’ અને ‘બુલબુલ’ દ્વારા અમે અજાણતાંમાં જ સુપરનૅચરલ ફેમિનિસ્ટ સ્ટોરી કહેવાની શરૂઆત કરી છે. અમે આ માટે અદ્ભુત વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કર્યો હતો જેથી લોકોને એ પસંદ પડે.’ અનુષ્કાના ભાઈ કર્ણેશે કહ્યું હતું કે ‘સ્ટોરીને વધુ સારી રીતે રજૂ કરવા માટે અમે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર વધુ ધ્યાન આપ્યું હતું અને એના કારણે જ આ ફિલ્મોને લોકોએ પસંદ કરી છે.
અમે જે સ્ટોરી કહેવા ઇચ્છતા હતા એમાં ખૂબ જ સ્ટ્રાન્ગ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ હતી અને એથી જ આ ફિલ્મની ઇમ્પૅક્ટ પડી છે. ‘બુલબુલ’માં રેડ મૂનની ખૂબ જ ચર્ચા થઈ છે, કારણ કે એ યુનિક હતું અને અમે એને એક સિમ્બાલ તરીકે યુઝ કરવા માગતા હતા. આ ઇફેક્ટને કારણે અમારુંં સ્ટોરી ટેલિંગ ખૂબ જ અસરકારક રહ્યું છે. અમને ખુશી છે કે દર્શકોએ એને પસંદ કર્યું.’