યુનિઝા ગ્રુપે વિટિલિગોના મેનેજમેન્ટ માટે નોવેલ સોલ્યુશન લોન્ચ કર્યું
વિટેલસ લોશન થ્રી ઈન વન ન્યૂ એજ એડવાન્સ સોલ્યુશન છે જે ગ્રેવર્સ, મેલિટેન, જીએલ 200 અને યુએકે-134નું અનોખું મિશ્રણ છે
અમદાવાદ, અમદાવાદ સ્થિત ફાર્મા કંપની યુનિઝા હેલ્થકેરે ભારતીય બજારમાં વિટિલિગો મેનેજમેન્ટ માટે અનોખી સારવાર લોન્ચ કરી છે. કંપનીએ વિટેલસ લોશન લોન્ચ કર્યું છે જે ગ્રેવર્સ, મેલિટેન જીએલ 200 અને ઈયુકે-134નું અનોખું મિશ્રણ છે. કેનેડિયન કંપની લ્યુકાસ મેયર કોસ્મેટિક્સ અને ભારતીય કંપની એમવિગોર ઓર્ગેનિક્સ સાથેના જોડાણથી આ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં જ તેના કડી પ્લાન્ટ માટે ડબ્લ્યુએચઓ-જીએમપી સર્ટિફિકેશન મેળવ્યું છે.
વિટેલસ એ ગ્રેવર્સ, મેલિટેન જીએલ 200 અને ઈયુકે-134નું અનોખું મિશ્રણ છે જે વિટિલિગોના મેનેજમેન્ટ માટે નવા પ્રકારનું એડવાન્સ્ડ સોલ્યુશન છે. વિટેલસ લોશન થ્રી-ઈન-વન સોલ્યુશન છે અને મેલામાઇનની વૃદ્ધિમાં મદદ કરે છે અને ચામડીના પિગમેન્ટેશન, હેર ફોલિકલ પિગમેન્ટેશન અને સુપર એન્ટીઓકિસડન્ટ તરીકે પણ કામ કરે છે.
ગ્રેવર્સ મેલાનોજેનેસિસ અને પિગમેન્ટેશનને ઉત્તેજિત કરે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસમાં ઘટાડો કરે છે, ઈયુકે-134 ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને H2O2 પ્રોડક્શન ઘટાડે છે જ્યારે મેલિટેન મેલાનોજેનેસિસને ઉત્તેજિત કરીને અને બળતરા ઘટાડીને ત્વચાના પુનઃરંગદ્રવ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.
આ અંગે યુનિઝા હેલ્થકેરના સીઈઓ અને મેનેજિંગ પાર્ટનર શ્રી શ્રીકાંત શેષાદ્રીએ જણાવ્યું હતું કે વિટેલસની શરૂઆત ભારતીય બજારમાં શ્રેષ્ઠ વૈશ્વિક આરોગ્યસંભાળ ઉત્પાદનો લાવવાની અમારી પ્રતિબદ્ધતાની સાક્ષી છે. વિટેલસ હાલમાં ઉપલબ્ધ ઉત્પાદનોની તુલનામાં વિટિલિગોના મેનેજમેન્ટ માટે એડવાન્સ સોલ્યુશન છે. કંપની ભારતમાં પ્રથમ વખત હોય એવી વધુ નવીન પ્રોડક્ટ રજૂ કરવા વિચારી રહી છે.
વિટિલિગો એ ચામડીની એક રંગદ્રવ્ય વિકૃતિ છે જે બાહ્ય ત્વચામાંથી રંગદ્રવ્ય કોશિકાઓની ગેરહાજરીને કારણે થાય છે જેના પરિણામે શરીર પર સફેદ મેક્યુલ્સ અને પેચીસ થાય છે. વિટિલિગો સામાન્ય રીતે મલ્ટિફેક્ટોરિયલ પોલીજેનિક ડિસઓર્ડર તરીકે ઓળખાય છે અને તેમાં જટિલ પેથોજેનેસિસ છે.
નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન મુજબ, ભારતમાં પાંડુરોગનો વ્યાપ ભારતમાંથી અભ્યાસ દરમિયાન ત્વચારોગ સંબંધિત આઉટપેશન્ટ્સમાં 0.25% અને 4% જેટલો અને ગુજરાત તથા રાજસ્થાનમાં 8.8% સુધી નોંધાયો છે. ભારતમાં, હાલમાં ડેકા પેપ્ટાઇડનો ઉપયોગ વિટિલિગોની સારવારમાં વ્યાપકપણે થાય છે. ડેકા પેપ્ટાઇડ એક રિપિગમેંટિંગ એજન્ટ છે અને ચામડીના રંગદ્રવ્ય પર કામ કરે છે.
શ્રી મોર્ગેન બાર્બિયર, પ્રોડક્ટ મેનેજર – એક્ટિવ ઈન્ગ્રેડિયન્ટ્સ, લુકાસ મેયર કોસ્મેટિક્સ એસએએસે જણાવ્યું હતું કે, “અમે ભારતમાં પ્રથમ વખત રજૂ થઈ રહેલા વિટેલસ લોશનના લોન્ચિંગ માટે અથાક પ્રયાસો બદલ યુનિઝા હેલ્થકેર એલએલપી, એમ્વિગોર ઓર્ગેનીક્સ અને જૈન સોપ્સને અભિનંદન આપવા માંગીએ છીએ. વિટેલસ ગ્રેવર્સ, મેલિટેન જીએલ 200 અને ઈયુકે-134નું એક અનોખું સંયોજન છે.”
યુનિઝા પશુપતિ ગ્રુપનું ફાર્માસ્યુટિકલ સાહસ છે. કંપનીએ અમદાવાદ, ગુજરાત નજીક કડી ખાતે WHO-GMP અને PIC/S માર્ગદર્શિકાનું પાલન કરતી આધુનિક, અદ્યતન સુવિધાની સ્થાપના કરી છે. ઓગસ્ટ 2020માં ભારતનો બિઝનેસ શરૂ કર્યા પછી, કંપનીએ ધીમેધીમે 80થી વધુ એસકેયુમાં તેની પ્રોડક્ટ રેન્જને વિસ્તારીને પ્રથમ વર્ષમાં રૂ. 25 કરોડનું વેચાણ નોંધાવ્યું છે.
“કંપનીને તાજેતરમાં તેના કડી પ્લાન્ટ માટે WHO GMP પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. અમારો આંતરરાષ્ટ્રીય વ્યવસાય મુખ્યત્વે આફ્રિકા, LATAM, દક્ષિણ પૂર્વ એશિયા અને CIS દેશો જેવા ROW બજારો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને 180 થી વધુ ડોઝિયર ફાઇલ કરવાનું આયોજન કરશે. નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 100 કરોડનું વેચાણ હાંસલ કરવાનું અમારા ભારતીય વ્યવસાયનું લક્ષ્ય છે, એમ પશુપતિ ગ્રુપના સ્થાપક અને યુનિઝા ગ્રુપના એમડી શ્રી સૌરિન પરીખે જણાવ્યું હતું.