યુનિટી જન સેવા ટ્રસ્ટ મોડાસા દ્વારા સંચાલિત અલફેશાની હોસ્પિટલના ડિસ્પેન્સરી વિભાગનું ઉદ્ધઘાટન
મોડાસા:યુનિટી જન સેવા ટ્રસ્ટ મોડાસા દ્વારા સંચાલિત અલફેશાની હોસ્પિટલના ડિસ્પેન્સરી વિભાગ જે હજીયાની મારિયમબેન બાબુભાઇ ટાઢાની દાન સહાયથી નિર્માણ પામી છે. અલફેશાની હોસ્પિટલના ડિસ્પેન્સરી વિભાગ ની કુરઆન ખવાની ધવરા ઉદ્ધઘાટન થયું હતું.
મોડાસા નગરની સેવાભાવી સંસ્થા યુનિટી જન સેવા ટ્રસ્ટના પ્રમુખ ગુલામ મોહમમદ ભૂરા, ઉપપ્રમુખ સલીમભાઈ સાબલિયા, સેક્રેટરી રઈશ મોડાસીયા તથા કારોબારી સભ્યો અને હોસ્પિટલ ના ચેરમેન ઉસ્માનગની મનવા, સેક્રેટરી સલીમભાઇ પટેલ (એસેન્ટ) છે જેવો હોસ્પિટલની સેવાકીય કામગીરી કરી રહ્યા છે. જયારે હોસ્પિટલના સલાહકાર ડૉક્ટર વસીમભાઇ સુથાર, ડૉક્ટર ઇમરાન ઇપ્રોલીયા અને ડૉક્ટર જુનેદ દઘાલિયાવાલા છે. આ હોસ્પિટલ ના મુખ્ય દાનવીર બાબુભાઇ ટાઢા છે.
Eqbal chisti