યુનિફોર્મ ગારમેન્ટ એન્ડ ફેબ્રિક મેન્યફેક્ચરર્સ ફેર 2019ની ચોથી આવૃત્તિ મુંબઈમાં 17-19મી ડિસેમ્બર, 2019 યોજાશે
સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન (એસજીએમએ) ભારતના યુનિફોર્મ, ગારમેન્ટ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સ ફેર 2019ની ચોથી આવૃત્તિ મુંબઈમાં 17-19 ડિસેમ્બર, 2019ના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ગોરેગાવ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજવાની જાહેરાત કરવામાં ગૌરવની લાગણી અનુભવે છે. ઓનલાઈન નોંધણી માટે સહભાગીઓ https://solapuruniforms.com/event પર વિઝિટ કરી શકે છે. સોલાપુરમાં અને બેન્ગલુરુમાં ત્રીજી આવૃત્તિ સહિત બે સફળ આયોજન પછી એસોસિયેશન મહારાષ્ટ્ર રાજ્યના દુનિયાનું યુનિફોર્મ સોર્સિંગ કેન્દ્ર તરીકે પ્રમોટ કરવા માટે મુંબઈમાં ચોથી આવૃત્તિનું આયોજન કરવા સુસજ્જ છે.
મહારાષ્ટ્રના ટેક્સટાઈલ્સ મંત્રાલયના વિચારમાંથી અને રાજ્ય સરકાર સાથે સહયોગમાં આયોજિત આ મેળા થકી વર્ષ 2024માં મહારાષ્ટ્રમાં 2500 નવાં એકમો ઊભાં કરવાનું અને મહારાષ્ટ્ર અને સોલાપુરને ભારતનાં યુનિફોર્મ સોર્સિંગ કેન્દ્ર તરીકે વિકસાવવાનું આખરી લક્ષ્ય છે.
શ્રી નિલેશ શાહ કહે છે, મહારાષ્ટ્રમાં ટેક્સટાઈલ મંત્રાલયના ટેકા સાથે ટૂંક સમયમાં મોટો ગારમેન્ટ પાર્ક ઊભો થયેલો જોવા મળશે. 2019ના મેળાનો અમારો હેતુ દેશભરમાંથી 10000થી વધુ રિટેઈલરો અને ડીલરો આવે અને ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા કરાયેલી પ્રગતિને તેઓ રૂબરૂ જુએ તે છે.યુનિફોર્મ અને ગારમેન્ટ ક્ષેત્રમાં નામાંકિત બ્રાન્ડ્સ અને કોર્પોરેટ ગૃહો મેળામાં ભાગ લેશે. રેમન્ડ્સ, સિયારામ, એસ. કુમાર્સ, વાલજી, ક્યુમેક્સ વર્લ્ડ, સંગમ, સ્પર્શ ફેબ, રિલાયન્સ, વોકી ટોકી, સ્વરાજ, શુભ ટેક્સ, એજે ટેક્સટાઈલ યુનિફોર્મ ફેબ્રિક ઉત્પાદકોમાં ભાગ લેનારી અમુક બ્રાન્ડ્સ છે.
પહેલી વાર એસજીએમએ દ્વારા વિવિધ દેશોમાં રોડ શો હાથ ધરાયા હતા અને ભારતમાં અન્ય દેશોમાં રાજદૂતાલયના અધિકારીઓને મળીને આ વિશે વાકેફ કરવામાં આવ્યા છે. આજ સુધી મોરિશિયસ, કેનિયા, દુબઈ, ઓમાન, નાઈજીરિયા, ઘના, યુગાંડા, બહેરિન, વિયેટનામ, કતાર અને સેનેગલ સહિતના દેશોમાંથી ભાગ લેવાનું સમર્થન આપવામાં આવ્યું છે, એમ એસજીએમએના શ્રી પ્રકાશ પવારે જણાવ્યું હતું.
અમુક વધુ દેશો ભાગ લેવાની અપેક્ષા પણ તેમણે સેવી હતી. ત્રણ દિવસના કાર્યક્રમમાં યુનિફોર્મ્સના અલગ અલગ પ્રકારમાં નવા પ્રવાહો અને ડિઝાઈનો પ્રદર્શિત કરવા માટે આશરે 200 સ્ટોલ્સ હશે. મેળામાં બ્રાન્ડ્સ, રિટેઈલરો, ડીલરો, ઉત્પાદકો, હોલસેલરો, રિટેઈલ ચેઈન, સેમી- હોલસેલરો, ટ્રેડરો વિતરકો, ઈ-કોમર્સ એજન્ટો, રિટેઈલ ચેઈનો એક છત હેઠળ દેખાશે. મેળામાં યુનિફોર્મ વેર, મેન્સ, લેડીઝ અને કિડ્સ વેર, શૂઝ ઉત્પાદકો, સોક્સ ઉત્પાદકો, યુનિફોર્મ સંબંધી એસેસરીઝ અને યુનિફોર્મ ફેબ્રિક પ્રદર્શિત કરવામાં આવશે.