યુનિયન બેંકના મેનેજર સહિત બે સામે રૂા.૬૯.૬પ લાખની ઠગાઈની ફરીયાદ
અન્ય સાગરીતો સાથે મળીને પેઢીનું ખોટુ ક્વોટેશન બનાવી લોન મંજુર કરાઈઃ રૂા.૪.૬૦ લાખ અન્યને પરત આપ્યા
જામનગર, અહીંના ખંભાળીયા નાકા બહાર દિગ્વિજય પ્લોટમાં આવેલા યુનિયન બેકની જેએમસી શાખાના મેનેજર અને અન્ય એક શખ્સ સાથે મળીને ખોટા ક્વોટેશન તૈયાર કરીને રૂા.૭૪.રપ લાખની લોન મંજુર કરી અન્યને રૂા.૪.૬૦ લાખ પરત આપી બેક સાથે રૂા.૬૯.૬પ લાખની વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ થઈ છે.
પટેલકોલોની શેરી નં.પમાં રહેતા નિવૃત જયેશભાઈ ઈન્દુલાલ મણીયાર પટેલ કોલોની પાસે આનંદ કોલોનીમાં રહેતા જેએમસી યુનિયન બેકની શાખાના મેનેજર દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને રાજપાર્ક પાસે રહેતા દર્શન હસમુખમણીયાર નામના શખ્સોએ બેંકમાં ખોટા ક્વોટેશન બનાવી રૂા.૭૪.રપ લાખની લોન ઓગષ્ટ ર૦ર૦થી આજ સુધીના સમયગાળા દરમ્યાન મંજુર કરી બેક સાથે ઠગાઈ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવા પામી છે.