યુનિયન બેંક અને HPCLએ કો-બ્રાન્ડેડ કોન્ટેક્ટલેસ રુપે કાર્ડ પ્રસ્તુત કર્યું
· ગ્રાહકોને ભારતમાં એચપીસીએલના 1800થી વધારે રિટેલ આઉટલેટ પર રૂ. 500 અને એનાથી વધારે મૂલ્યના ઇંધણ ખર્ચ પર 16Xરિવોર્ડ પોઇન્ટ મળશે, જે 4 ટકા કેશબેકને સમકક્ષ હશે
મુંબઈ, ભારત સરકારની માલિકીની સૌથી મોટી બેંકો પૈકીની એક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકારની મહારત્નનો દરજ્જો ધરાવતી કંપની હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ કો-બ્રાન્ડેડ કોન્ટેક્ટલેસ રુપે ક્રેડિટ કાર્ડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ કાર્ડના યુઝર્સને દેશભરમાં 1800થી વધારે એચપીસીએલ આઉટલેટ પર રૂ. 500 અને એનાથી વધારે મૂલ્યનું ઇંધણ ભરાવવા બદલ 16X રિવોર્ડ પોઇન્ટ મળશે, જે 4 ટકા કેશબેકને સમકક્ષ હશે. જો ગ્રાહકો એચપી પે વોલેટનો ઉપયોગ કરીને ઇંધણ માટે ચુકવણી કરશે, તો તેમને વધુ 1.5 ટકા રિવોર્ડ પોઇન્ટ પણ મળશે. આ કાર્ડ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઇઓ રાજકિરણ રાય જી, એચપીસીએલના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિસરી અને એનપીસીઆઈના એમડી અને સીઇઓ દિલીપ આસ્બેએ એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં લોંચ કર્યું હતું.
આ કાર્ડને એચપીસીએલના સીએન્ડએમડી શ્રી મુકેશ કુમાર સુરાના, યુબીઆઈના એમડી અને સીઇઓ શ્રી મુકેશ કુમાર સુરાના, એનપીસીઆઈના સીઇઓ અને એમડી શ્રી રાજ કિરણ રાય જી, એચપીસીએલના ડાયરેક્ટર માર્કેટિંગ શ્રી રાકેશ મિસરી, એચપીસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી એસ કે સુરી, યુનિયન બેંકના ઇડી શ્રી દિનેશ કુમાર ગર્ગ, એનપીસીઆઈના સીઓઓ શ્રીમતી પ્રવીણા રાય અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ લોંચ કર્યું હતું.
આ એનસીએમસી (નેશનલ કોમન મોબિલિટી કાર્ડ) સાથે લોંચ થયેલું પ્રથમ કો-બ્રાન્ડેડ રુપે ક્રેડિટ કાર્ડ છે, જે મેટ્રો, બસ, ટેક્ષી, સબર્બન રેલવેઝ, ટોલ અને ફાસ્ટેગ્સ ટોપિંગ-અપ, પાર્કિંગ તથા રિટેલ ખરીદી માટે કોન્ટેક્ટલેસ વ્યવહારોને સક્ષમ બનાવશે. એટલે સિંગલ કાર્ડનો ઉપયોગ તમામ પ્રકારની જરૂરિયાતો માટે ચુકવણી માટે થઈ શકશે, જેથી એકથી વધારે કાર્ડનો ઉપયોગ ટળશે.
યુબીઆઈ-એચપીસીએલ કોન્ટેક્ટલેસ રુપે કાર્ડના યુઝર્સને રૂ. 300નું વેલ્કમ બોનસ પણ મળશે, જેનો ઉપયોગ કાર્ડ એક્ટિવેટ થયાના 60 દિવસની અંદર એચપીસીએલના કોઈ પણ રિટેલ આઉટલેટ પર ખરીદી કરવા થઈ શકશે. ઉપરાંત જો ગ્રાહકો કાર્ડ ઇશ્યૂ થયાના પ્રથમ મહિનામાં રૂ. 5000નો ખર્ચ કરશે, તો તેમને પ્રતિષ્ઠિત બ્રાન્ડ પાસેથી શોપિંગ વાઉચર સ્વરૂપે કાર્ડ એક્ટિવેશન બોનસ પણ મળશે.
આ કાર્ડની જોઇનિંગ ફી સાધારણ છે. યુબીઆઈ-એચપીસીએલ રુપે કોન્ટેક્ટલેસ કાર્ડ ઇંધણ સિવાયની કેટેગરીઓમાં વિવિધ ફાયદા અને ઓફર કરે છે તેમજ તેમાં મનોરંજન, લાઇફસ્ટાઇલ, ટ્રાવેલ, શોપિંગ, ફૂડ ડિલિવરી વગેરે કેટેગરીઓ સામેલ છે. કાર્ડ ગ્રાહકોને તેમની તમામ બિનઇંધણ ખરીદી માટે ગ્રાહકોને 2X રિવોર્ડ પોઇન્ટ્સ ઓફર કરશે.
ઉપરાંત બિન-ઇંધણ ખરીદી માટે એક વર્ષમાં રૂ. 1.25 લાખ કે વધારા ખર્ચ કરવા પર યુઝર્સને 500 પોઇન્ટનો સંવર્ધિત માઇલસ્ટોન રિવોર્ડ અને પછી રૂ. 25,000ની ખરીદી પર 100 વધુ પોઇન્ટ મળશે. બિન-ઇંધણની રૂ. 2 લાખની ખરીદી ઉપરાંત રૂ. 50,000ના મૂલ્યની દરેક ખરીદી માટે ગ્રાહકોને વધુ 1000 રિવોર્ડ પોઇન્ટ મળશે.
એચપીસીએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ કુમાર સુરાનાએ કહ્યું હતું કે, “એચપીસીએલને ગ્રાહકની સુવિધા વધારવા નવી સુવિધાઓ સાથે કો-બ્રાન્ડેડ રુપે ક્રેડિટ કાર્ડ લોંચ કરવા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને એનપીસીઆઈ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે.
આ પ્રથમ કો-બ્રાન્ડેડ રુપે ક્રેડિટ કાર્ડ છે, જે “નેશનલ કોમન મોબિલિટી કાર્ડ” ખાસિયતો સાથે સજ્જ છે, જે કાર્ડધારકોને મેટ્રો ટ્રાવેલ, બસ ટ્રાવેલ, પાર્કિંગ ફી, ફાસ્ટેગ વગેરે માટે આ કાર્ડનો ઉપયોગ કરવા સુવિધા મેળવવામાં મદદરૂપ થશે. ક્રેડિટ કાર્ડની તમામ ખાસિયતો ઉપરાંત સંવર્ધિત ઓફર અને રિવોર્ડ થશે.
એચપીસીએલ અમારા ઉત્પાદનોની સાથે અમારી સેવાઓ માટે નવી ટેકનોલોજીઓ અપનાવવામાં હંમેશા મોખરે છે. આ કોન્ટેક્ટલેસ યુનિફાઇડ રુપે ક્રેડિટ કાર્ડ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં અને આધુનિક સમયની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઇઓ રાજ કિરણ જીએ કહ્યું હતું કે, “અમને એ જાહેર કરવાની ખુશી છે કે, અમે રુપે પ્લેટફોર્મ પર યુનિયન બેંક એચપીસીએલ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પ્રસ્તુત કર્યું છે. ફ્યુઇલ રિટેલ સેગમેન્ટમાં અગ્રણી કંપનીઓમાં સામેલ એચપીસીએલ અને ભારતના ગ્લોબલ કાર્ડ પેમેન્ટ નેટવર્ક રુપે સાથે અમારાં જોડાણે અમને અમારા ગ્રાહકો માટે મૂલ્યનું સર્જન કરવા માટે સંયુક્તપણે કામ કરવાની તક પ્રદાન કરી છે.”
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહક કેન્દ્રિત ડિઝાઇનિંગ ઉત્પાદનો અને પ્રક્રિયાઓ પ્રત્યે પ્રતિબદ્ધ છે, જે જીવનની સરળતા વધારશે. દેશભરમાં મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં ઇંધણનો વપરાશ વધી રહ્યો છે. દેશના દરેક અને તમામ રાજ્યમાં અમારી બ્રાન્ચના નેટવર્ક સાથે અમારું માનવું છે કે, આ પ્રોડક્ટ ગ્રાહકોને તેમના રોજિંદા જીવનમાં લાભદાયક બનશે.
આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ અમારા ગ્રાહકોને એક્સક્લૂઝિવ રિવોર્ડ્ઝ અને ફાયદા આપશે. કેશબેક બેનિફિટ ઉપરાંત એચપીસીએલના આઉટલેટ પર આ કાર્ડનો ઉપયોગ કરવાથી ફ્યુઅલ સરચાર્જની મુક્તિ મળે છે. કાર્ડધારકને રૂ. 10 લાખનું એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવરેજ પણ મળશે.