યુનિવર્સલ એકાઉન્ટ નંબર નહીં હોય તો પણ પીએફ કાઢી શકાશે
નવીદિલ્હી: પ્રોવિડેંટ ફંડ એવી રકમ છે જે સામાન્ય રીતે નિવૃત્તિ બાદ મળે છે. જાે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન નિવૃત્તીની પહેલા લગ્ન મેડિકલ ઇમરજેંસી શિક્ષા વગેરે માટે પીએફનો કેટલોક હિસ્સો કાઢવાની મંજુરી આપે છે.જાે તમે પણ પીએફમાંથી એડવાંસ પુરૂ કે થોડા પૈસા કાઢવા ઇચ્છો છો પરંતુ તમારી પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર નથી તો પણ તમે પોતાના પીએફ કાઢી શકો છો.
જાે તમારો પોતાનો યુએએન નંબર ભુલી ગયા છો કે તમારી પાસે યુએનએ નંબર નથી તો પણ હજુ પણ પીએફ બેલેંસની માહિતી લાગી શકે છે સામાન્ય રીતે પીએફ બેલેંસને વિવિધ રીતે ચેક કરી શકાય છે જેમ કે ઇપીએફઓ પોર્ટલ દ્વારા યુએનએએનજી એપના માધ્યમથી વિશેષ નંબરો પર મિસ્ડ કોલ આપી અને એસએમએસ સેવાના માધ્યમથી જાે કે તેમાંથી મોટાભાગની પધ્ધતિ માટે ગ્રાહકોને પોતાના યુએએન નંબર એકિટવ કરવી પડશે જાે તમે તમારૂ યુએએન ભુલી ગયા છો તો પણ તમે રજીસ્ટ્રેશન મોબાઇલ નંબરથી ૦૧૧-૨૨૯૦૧૪૦૧૬ પર મિસ્ડ કોલ આપી પોતાના પીએફ બેલેંસની તપાસ કરી શકો છો આ પધ્ધતિમાં યુએએન નંબરની આવશ્યકતા હોતી નથી
યુએએનના પૈસા કાઢવા માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે જાે ઇપીએફઓ કચેરીમાં જઇ જમા કરાવવાની હોય છે આ ફોર્મ તમને ઇપીએફઓની વેબસાઇટ કે તમારી કંપનીથી મળી જશે આ સાથે જ તમને કેટલાક ડોક્યુમેંટ્સ પણ લગાવવા પડશે જાે કે આવા પીએફ કાઢવા પર તમારે પેપર વર્ક થોડુ વધી જશે જયારે તમારે પેપર અને ફોર્મ ઇપીએફઓ ચેક કરી લેશે અને બધી બરોબર યોગ્ય રહેશે તો તેના કેટલાક દિવસ બાદ તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે