યુનિવર્સિટીઓમાં સત્વરે એકેડેમિક ક્રેડીટ બેંકનો અમલ કરવા આદેશ
સુરત, દેશભરની યુનિવર્સિટી અને કોલેજાેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિધ્ધી પદવી, અભ્યાસનો ચિતાર, મેળવવા માટેે રાષ્ટ્રીય સ્તરે એકેડેમિક બેક ઓફ ક્રેડીટ યોજનાની જાહેરાત કરાઈ છે. દેશભરના વિદ્યાર્થીઓ માટે ડીજીટલ પ્લેટફોર્મ શર કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત હવે ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટીઓમાં સત્વરે એકેડેમિક ક્રેડીટ બેંકનો અમલ કરવાનો આદેશ આપ્યો છે.
યુનિવર્સિટી ગ્રાંટ કમિશન પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓના પરીક્ષા કોર્સ પર પણ ક્રેડીટ બેકની આઈડી લખવાની તાકીદ કરી છે. એકેડેમિક બેક ઓફ ક્રેડીટમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડીટનો ડીજીટલરૂપે સંગ્રહ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ દ્વારા મેળવાયેલી ક્રેડીટને ધ્યાનમાં રાખીને ડીગ્રી ડીપ્લોમા, પ્રમાણ પત્રો અપાશે. આ સ્થિતિમાં એકેડેમેકિ બેક ઓફ ક્રેડીટનો વ્યાપ વધારવા તમામ ઉચ્ચ શૈૈક્ષણિક સંસ્થાઓને વિવિધ પગલાં લેવા પડશે.