યુનિવર્સિટીની હોસ્ટેલોમાંથી વાહનો ચોરનાર રીઢો ગુનેગાર ઝડપાયો
(એજન્સી) અમદાવાદ, ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ચાણક્યપુરી સાયોના સીટી ચાર રસ્તા પાસેથી જગદીશ ગમાનભાઈ કોઈટીયા (સરીપડા ગામ, પાલનપુર)ને એક્ટિવા સાથે ઝડપી લીધો હતો. સઘન પૂછપરછ કરતાં જગદીશ એક્ટીવા ચોરી કર્ય હોવાનું કબુલ્યુ હતુ.
એટલુ જ નહીં તેણે ર૦૧૭થી આજદિન સુધીમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી ૭, વાડજ, સોલા, એલિસબ્રિજ અને ગાંધીનગરમાંથી મળીને કુલ ૧ર એક્ટીવાની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. જેના આધારે પોલીસે જગદીશ પાસેથી રૂા.૧.૯૦ લાખની કિંમતના ૯ અક્ટિવા કબજે કર્યા હતા.
આ અગાઉ જગદીશ ૧૦ વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. અને તેની પાસા હેઠળધરપકડ પણ કરવામાં આવી હતી. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં પીઆઈ એમ.એ.વાઘેલા એ બાઈક ઉપર જઈ રહેલા ર શંકાસ્પદ વ્યક્તિને રોક્યા હતા. બંન્નેની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો.
જેથી પોલીસે પોકેટ કોર્પ એપ્લીકેશનમાં બાઈકનો નંબર નાંખીને તપાસક રતા તે બાઈક બોપલ વિસ્તારમાંથી ચોરી થયેલું હોવાનું જાણવા મળ્યુ હતુ. જેના આધારે પોલીસે વિજયભાઈ ઉર્ફે કાળુ મંગાભાઈ દેવીપૂજક અને અનિલભાઈ બચુભાઈ દેવીપૂજક (બંન્ને રહે.વિરમગામ)ને ઝડપી લઈ બાઈક કબજે કર્યુ હતુ.