યુનોના મહાસચિવની યાત્રા સમયે કીવ પર હવાઈ હુમલો

પ્રતિકાત્મક
મોસ્કો, રશિયાના રક્ષા મંત્રાલયે શુક્રવારે પુષ્ટિ કરી છે કે તેણે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની યાત્રા દરમિયાન કીવ પર હવાઈ હુમલો કર્યો હતો. મંત્રાલયે યુક્રેનમાં સંઘર્ષને લઈને એક બ્રીફિંગમાં કહ્યુ કે રશિયન એરફોર્સના લાંબા અંતરના હવાઈ હથિયારોએ કીવમાં એર્ટોમ મિસાઈલ અને સ્પેસ એન્ટરપ્રાઈજેજના ઉત્પાદન ભવનોને નષ્ટ કરી દીધા.
યુક્રેને શુક્રવારે કહ્યુ કે ગુરૂવારે થયેલા હુમલામાં એક વ્યક્તિનુ મોત નીપજ્યુ છે, જે રાજધાનીમાં લગભગ બે સપ્તાહમાં પહેલીવાર થયુ છે. યુએન મહાસચિવ ગુટેરેસના પ્રવક્તાએ આ હુમલાને ચોંકાવનારુ ગણાવ્યુ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ ગુરુવારે બુકા અને અન્ય કીવ ઉપનગરોનો પ્રવાસ કર્યો, જ્યાં મોસ્કો પર યુદ્ધ અપરાધ કરવાનો આરોપ છે.
રક્ષા મંત્રાલયે કહ્યુ કે તેમના દળને ગુરૂવારે કેટલાય હવાઈ હુમલા કર્યા, જેમાં યુક્રેનના રેલવે કેન્દ્રો પર ત્રણ વિજળી સબસ્ટેશન અને ટોચના યુ- મિસાઈલ લોન્ચરને નષ્ટ કરી દીધા. અગાઉ સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ દેખરેખ સંસ્થાના પ્રમુખ રાફેલ ગ્રોસીએ ગુરુવારે યુક્રેનમાં સ્થિત યુરોપના સૌથી મોટા પરમાણુ મથક સુધી ના પહોંચવાને લઈને ચિંતા વ્યક્ત કરી.
રશિયાએ લગભગ બે મહિના પહેલા આને જપ્ત કરી લીધુ હતુ. રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો ત્યારથી લઈને બંને દેશ વચ્ચે સૈન્ય સંઘર્ષ ચાલુ છે. આ સમયગાળામાં રશિયાએ યુક્રેન પર હુમલાની મોટી કિંમત ચૂકવવી પડી કેમ કે અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશોએ મોસ્કો પર આકરા આર્થિક પ્રતિબંધ લાગુ કર્યા છે
જેનાથી રશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના પ્રમુખ ગ્રોસી યુક્રેની અને રશિયન બંને અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.