યુનોની સલાહકાર સમિતિમાં ભારતીય રાજદૂતની નિમણૂંક
ન્યૂયોર્ક, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે મહત્વની સફળતા મેળવી છે. અહીં ઇન્ડિયન ડિપ્લોમેટ વિદિશા મૈત્રાને વહીવટી અને બજેટ સંબંધી પ્રશ્ન પર સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સમિતિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો મહત્વનો ભાગ છે.
એશિયા પ્રશાંત રાષ્ટ્ર સમૂહમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની પ્રથમ સચિવ વિદિશા મૈત્રાને ૧૨૬ વોટ મળ્યા હતા. મહાસભા સલાહકાર સમિતિમાં સભ્યોની નિમણૂક કરે છે, સભ્યોની પસંદગી ભૌગોળિક પ્રતિનિધિત્વ, તેમની યોગ્યતા અને અનુભવને આધારે કરવામાં આવે છે. મૈત્રા અશિયા-પ્રશાંતના દેશોના સમૂહથી નામાંકિત બે ઉમેદવાર પૈકી એક હતા, જેમાં અન્ય ઉમેદવાર ઇરાકના અલી મોહમ્મદને ૬૪ વોટ મળ્યા હતા. મૈત્રાનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી ૨૦૨૧થી ત્રણ વર્ષ સુધી રહેશે.
ભારત માટે સારા સમચાર છે કારણ કે, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે જાન્યુઆરી ૨૦૨૧થી કાર્યભાળ સંભાળવાની તૈયારી કરી રહ્યું છે.SSS