યુપમાં પંચાયત ચુંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન
લખનૌ: ત્રિસ્તરીય પંચાયત ચુંટી માટે પહેલા તબક્કાનો પ્રચાર મંગળવારે પુરો થયા બાદ આવતીકાલ તા. ૧૫ એપ્રિલના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી પ્રદેશના ૧૮ જીલ્લામાં પહેલા તબક્કાની ચુંટણી થશે
પહેલા તબક્કામાં ૧૮ જીલ્લા પંચાયતોના ૭૭૯ વોર્ડમાં ૧૧,૭૪૯ ઉમેદવાર,ક્ષેત્ર પંચાયતોના ૧૩,૩૧૩ વોર્ડમાં ૭૧,૪૧૮ ઉમેદવાર ૧૪,૭૮૯ ગ્રામ પંચાયતોમાં પ્રધાન પદ માટે ૧૦૮૫૬૨ અને ૧૮૬૫૮૩ ગ્રામ પંચાયત વોર્ડોમાં ૧૦૭૨૮૩ ઉમેદવાર ચુંટણી મેદાનમાં છે.
જે જીલ્લામાં પહેલા તબક્કામાં મતદાન થનાર છે તેમાં અયોધ્યા,આગ્રા કાનપુર નગર ગાઝિયાબાદ ગોરખાપુર જાૈનપુર ઝાંસી પ્રયાગરાજ બરેલી ભદોહી મહોબા રામપુર રાયબરેલી શ્રાવસ્તી સંતકબીરનગર સહારનપુર હરદોઇ અને હાથરસ જીલ્લાનો સમાવેશ થાય છે.