યુપીઃ બેકાબૂ બનેલી ટ્રકે ઝુંપડીમાં ઘુસી 10ને કચડી નાંખતાં 6ના મોત

ગાઝીપુર, યુપીના ગાઝીપુરમાં સર્જાયેલી એક કરૂણાંતિકામાં 6 લોકોના મોત થયા છે. આ ઘટનામાં બેકાબૂ બનેલી ટ્રક ઝુંપડીમાં ઘુસી ગઈ હતી અને 10 લોકોને કચડી નાંખ્યા હતા. જેમાંથી 6ના મોત થયા છે અને બાકીના ગંભીર રીતે ઘાયલ થયા છે.
બીજી તરફ ગામના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જેના પગલે લોકોએ મૃતદેહ રસ્તા પર મુકીને ચક્કાજામ કર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ટ્રક ચાલકે કેવી રીતે ટ્રક પરથી કાબૂ ગૂમાવ્યો તેની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે.
મળતી વિગતો પ્રમાણે આજે સવારે સાત વાગ્યે રસ્તા પરથી પસાર થતી આ ટ્રકના ચાલકે અચાનક જ કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક સીધી ઝુપડીમાં ઘુસી ગઈ હતી. ઝુપડીમાં સુઈ રહેલા લોકોને કદાચ કલ્પના પણ નહીં હોય કે મોત આ રીતે ઘરમાં ઘુસી આવશે.