યુપીઆઈને ક્રેડિટ કાર્ડ્સ સાથે લિંક કરવાની મંજૂરી

નવી દિલ્હી,સેન્ટ્રલ રિઝર્વ બેંકે (આરબીઆઈ) બુધવારે નાણાકીય નીતિ સમીક્ષાના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન પોલિસી રેટમાં વધારો થયો હતો. તે જ સમયે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કેટલાક નવા ફેરફારો અને ર્નિણયોની જાહેરાત પણ કરી હતી.આ ક્રમમાં હવે એક નવો ફેરફાર થઈ રહ્યો છે. દેશમાં યુપીઆઈ એટલે કે, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસની પહોંચ અને ઉપયોગને વધુ વધારવા માટે ભારતીય રિઝર્વ બેંકે હવે પેમેન્ટ સિસ્ટમમાંથી ક્રેડિટ કાર્ડ્સને પણ લિંક કરવાની મંજૂરી આપી દીધી છે.
આ સુવિધા સાથે, વધુ લોકો આ એપ્લિકેશન દ્વારા ચૂકવણી કરી શકશે. અત્યાર સુધી યુઝર્સ તેમના ડેબિટ કાર્ડને યુપીઆઈ સાથે લિંક કરી શકતા હતા. આ સાથે, તેઓ તેમના બચત અથવા ચાલુ ખાતાને લિંક કરીને ચૂકવણી કરી શકતા હતા.દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા વિશે માહિતી આપતા, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ છે’
આરબીઆઈ દ્વારા પ્રમોટેડ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જારી કરાયેલા રૂપે ક્રેડિટ કાર્ડથી શરૂ થશે. સિસ્ટમના વિકાસ સાથે સુવિધા ઉપલબ્ધ થશે.દાસે જણાવ્યું હતું કે ,નવી સિસ્ટમથી ગ્રાહકોને યુપીઆઈ પ્લેટફોર્મ દ્વારા ચૂકવણી કરવા માટે વધુ વિકલ્પો અને સગવડતા મળવાની અપેક્ષા છે.દેશમાં પેમેન્ટ કરવા માટે યુપીઆઈ લોકપ્રિય માધ્યમ બની ગયું છે. લગભગ ૨૬ કરોડ યુઝર્સ અને ૫ કરોડ બિઝનેસમેન આ પ્લેટફોર્મ સાથે જાેડાયેલા છે.
શક્તિકાંત દાસે કહ્યું કે, મે મહિનામાં ૧૦.૪૦ લાખ કરોડ રૂપિયાના ૫૯૪.૬૩ કરોડ ટ્રાન્ઝેક્શન આ પ્લેટફોર્મ દ્વારા થયા હતા. પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ (પીપીઆઈએસ) ના ઉપયોગને વિસ્તૃત કરવાની સુવિધા સાથે, ચૂકવણી માટે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં પીપીઆઈની ઍક્સેસની સુવિધા આપવામાં આવી છે.આ સાથે જ આરબીઆઈએ કાર્ડ દ્વારા રિકરિંગ પેમેન્ટની મર્યાદા ૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૧૫,૦૦૦ રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.SS2KP