યુપીએસસીમાં ગુજરાતના માત્ર છ ઉમેદવારોએ ઈન્ટર્વ્યુ રાઉન્ડ ક્લિયર કર્યો
૨૦૨૧માં લેવાયેલી પરીક્ષામાં કોઈપણ ઉમેદવાર ટોપ ૧૦માં નથી, રાજ્યની એકપણ મહિલા ઉમેદવાર પાસ નથી થઈ
અમદાવાદ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ૨૦૨૧માં લેવાયેલી પરીક્ષાના ઈન્ટરવ્યૂ રાઉન્ડનું પરિણામ ૩૦ મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં કુલ ૬૮૫ ઉમેદવારો પાસ થયા છે જેમાંથી ગુજરાતના ૬ ઉમેદવારોએ ઈન્ટરવ્યૂ રાઉન્ડ ક્લિયર કર્યો છે. સિવિલ સર્વિસની પરીક્ષા દર વર્ષે યુપીએસસીદ્વારા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. પ્રીલિમનરી, મેઈન અને ઈન્ટરવ્યૂ.
આ ત્રણેય પાસ કરનારા ઉમેદવારોની નિમણૂક આઈએએસ (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ), આઈએફએસ (ઈન્ડિયન ફોરેન સર્વિસ) અને આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસ) ઉપરાંત કેન્દ્ર સરકારમાં ગ્રુપ એ અને ગ્રુપ બીના વિવિધ પદ પર કરવામાં આવે છે.
૨૦૨૧માં લેવાયેલી પરીક્ષામાંથી ગુજરાતના કોઈપણ ઉમેદવારને ટોપ ૧૦માં સ્થાન મળ્યું નથી અને રાજ્યની એકપણ મહિલા ઉમેદવારે ઈન્ટરવ્યૂનો રાઉન્ડ પાસ કર્યો નથી.
ગુજરાતમાંથી સફળ થનારા છ ઉમેદવારોમાં હિરેન બારોટ (ઓલ ઈન્ડિયા રેન્ક- ૩૩૨), જયવીર ગઢવી (ઓલ ઈન્ડિયા રેન્ક-૩૪૧), પ્રભાત સિંહ (ઓલ ઈન્ડિયા રેન્ક-૪૮૩), અક્ષેશ એન્જિનિયર (ઓલ ઈન્ડિયા રેન્ક-૬૦૧), કાર્તિકેય કુમાર (ઓલ ઈન્ડિયા રેન્ક-૬૫૩) અને પ્રણવ અગ્જા (ઓલ ઈન્ડિયા રેન્ક- ૬૬૫)નો સમાવેશ થાય છે.
અમદાવાદના ૨૭ વર્ષીય હિરેન બારોટે પોતાની તૈયારી વિશે વાત કરતાં જણાવ્યું, હું કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારથી જ મેં યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. ૨૦૧૫માં મેં સ્પીપામાં એડમિશન લીધું હતું. ૨૦૧૯માં મેં સુરેન્દ્રનગર જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. મેં યુપીએસસી પાસ કરી ક્યારથી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. મને મારા રેન્કિંગથીસંતુષ્ટિ છે અને જાે આઈએએસતરીકે મારી પસંદગી થઈ તો હું તેમાં આગળ વધીશ.
જાે તેમ ના થાય તો હજી પણ મારી પાસે ચાર પ્રયત્નો બાકી છે. મારા પિતા એક પ્રાઈવેટ ફર્મમાંથી નિવૃત્ત થયેલા છે અને મારા માતા ગૃહિણી છે. મારી મોટી બહેન એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરે છે અને મારી પત્ની ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરી રહી છે. મારા પરિણામથી આખો પરિવાર ખુશ છે.
અમદાવાદના અન્ય એક ઉમેદવાર પ્રભાત સિંહે (૩૨ વર્ષ) કહ્યું, મારો પરિવાર ઉત્તરપ્રદેશના કાનપુરથી અમદાવાદ શિફ્ટ થયો હતો. મારા પિતા અહીંની એક ખાનગી કંપનીમાં કામ કરતાં હતા અને હાલ નિવૃત્ત થઈ ગયા છે. ૨૦૧૨થી જ મેં યુપીએસસીઅને જીપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી પરંતુ મેં એલએલએમ-એલએલબીનો અભ્યાસ પૂરો કરવા વચ્ચે બ્રેક લીધો હતો. મેં ૨૦૧૬માં ફરીથી તૈયારી શરૂ કરી અને ૨૦૧૯માં જીપીએસસી પાસ કરી લીધું. હાલ હું વડોદરામાં ટ્રેનિંગ લઈ રહ્યો છું.
યુપીએસસીનો આ મારો છેલ્લો પ્રયત્ન હતો અને મને મારા રેન્કિંગથી સંતોષ છે. મને આઈઆરએસનું પોસ્ટિંગ મળી શકે છે. ગાંધીનગરના ૩૨ વર્ષીય ઉમેદવાર કાર્તિકેય કુમારે કહ્યું, મારો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે. મારી મમ્મી ગૃહિણી છે અને ભાઈ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં અધિકારી છે, તેનું પોસ્ટિંગ હાલ પંજાબમાં થયેલું છે. મારી પત્ની સોફ્ટવેર એન્જિનિયર છે. છેલ્લા સાત વર્ષથી હું ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટીમાં કામ કરી રહ્યો છું.
આ મારો છઠ્ઠો પ્રયત્ન હતો અને આ સિદ્ધિ મળતાં મારી મહેનત રંગ લાવી છે તેવું લાગી રહ્યું છે.યુપીએસસીની સિવિલ સર્વિસિસની પ્રિલિમનરી પરીક્ષા ૧૦ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ લેવાઈ હતી, જેનું પરિણામ ૨૯ ઓક્ટોબરે જાહેર થઈ ગયું હતું. ત્યારબાદ લેખિત પરીક્ષા ૭થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન લેવાઈ હતી, જેનું પરિણામ ૧૭ માર્ચ ૨૦૨૨ના રોજ જાહેર કરાયું હતું. લેખિત અથવા મેઈન્સમાં સફળ થનારા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ ૫ એપ્રિલથી ૨૬ મે સુધી ચાલ્યા હતા, જેનું પરિણામ સોમવારે જાહેર કરાયું હતું.SS2KP