યુપીથી કિશોરીને ભગાડી સુરત આવેલો વિધર્મી યુવક ઝડપાયો
સુરત: ઉત્તર પ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલા એક વિધર્મી યુવકને સામાજિક કાર્યકર્તાઓએ પકડી કામરેજ પોલીસને સોંપી દીધા હતા. હોટલમાં ચા નાસ્તો કરતા યુવકની પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંદાજે ૬ દિવસ પહેલા યુપીથી એક કિશોરીને ભગાડવામાં આવી હોવાની મળેલી માહિતીને આધારે સામાજિક કાર્યકર્તાઓએ આ મુહિમ ઉપાડી હતી. કામરેજની એક હોટેલમાં ચા-નાસ્તો કરતા ઈસમ પર શંકા ગયા બાદ પૂછપરછ કરતા વિધર્મી યુવકનો ભાંડો ફૂટ્યો હતો. એટલું જ નહીં પણ આ બાબતે સામાજિક કાર્યકર્તાઓએ યુપી પોલીસને જાણ કર્યા બાદ કામરેજ પોલીસનો સંપર્ક કરી કિશોરી અને યુવકને પોલીસને સોંપી દીધા હતા.
કામરેજ પીઆઇએ કહ્યું હતું કે ગુનો યુપીમાં દાખલ થયો છે. અપહરણ અને ૩૬૬ મુજબ સહિત એટ્રોસિટીનો લગભગ ગુનો નોંધાયો છે. કામરેજ પોલીસે માહિતીને આધારે વિજય હોટલમાંથી પકડી પાડ્યા છે. વિધર્મી ઈસમ લગભગ ૪૦-૪૫ વર્ષનો હોય એમ કહી શકાય છે. જ્યારે કિશોરી ૧૭-૧૮ વર્ષની હોય એમ લાગી રહ્યું છે. યુપી પોલીસને જાણ કર્યા બાદ એ સુરત આવી ગઈ છે અને કામરેજના પીએસઆઇની મદદ થી તપાસ શરૂ કરી છે. પ્રેમ પ્રકરણમાં કિશોરીને ભગાડી સુરત આવ્યા હોય એમ લાગી રહ્યું છે.