Western Times News

Gujarati News

યુપીના અડધા ભાજપ ધારાસભ્યોના બેથી વધુ બાળકો, આઠના તો છ છ સંતાનો

લખનૌ: ઉત્તરપ્રદેશમાં જનસંખ્યા નિયંત્રણ કાનુન લાવવાની અટકળો વચ્ચે તેના પર રાજનીતિક તેજ થઇ ગઇ છે જયાં ભાજપ અને તેની સાથી પાર્ટીઓ બે બાળકોની નીતિનું સમર્થન કરતા તેને તાકિદે કાનુન બનાવવાની માંગ કરી રહ્યાં છે ત્યાં વિરોધ પક્ષ તેને યુપી વિધાનસભા ચુંટણી પહેલા રાજનીતિક પગલુ ગણાવી રહ્યાં છે આ દરમિયાન એ જાણવું જરૂરી છે કે હકીકતમાં આ પ્રસ્તાવને સમર્થન કરનાર યોગી સરકારના ધારાસભ્યોમાં સ્વૈચ્છિક રીતે જનસંથ્યાની અભિયાનનું કેટલું પાલન કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા તરફથી મળેલી માહિતી અનુસાર હાલ ૩૯૭ ધારાસભ્યોના ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેમાં ૩૦૪ ભાજપના ધારાસભ્ય છે ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી અડધા એટલે કે ૧૫૨ ધારાસભ્યના ત્રણ કે તેનાથી વધુ બાળકો છે એટલું જ નહીં એક ધારાસભ્યના તો આઠ બાળકો છે. આ ઉપરાંત એક ધારાસભ્યને સાત બાળકો છે વિધાનસભામાં એવા આઠ ધારાસભ્યો છે જેમને છ છ બાળકો છે.

વર્તમાન ધારાસભ્યોમાં ૧૫ ઘારાસભ્ય એવા છે જેને પાંચ પાચ બાળકો છે આ ઉપરાંત ૪૪ ધારાસભ્યોમાં પ્રત્યેકને ચાર ચાર બાળકો અને ૮૩ ધારાસભ્યો એવા પણ છે જેને ત્રણ ત્રણ બાળકો છે. જાે જનસંખ્યા નિયંત્રણ નીતિને યુપી સરકાર લાગુ કરે તો એવામાં આ તમામ ધારાસભ્ય સરકારી સુવિધાઓના લાભથી વંચિત થઇ શકે છે અને તેમના પર આગામી ચુંટણી લડવા પર પણ રોક લગાવી શકે છે.

એક વધુ આશ્ચર્યજનક વાત એ છે કે લોકસભામાં જનસંખ્યા નિયંત્રણ વિધેયક ૨૦૧૯ રજુ કરનારા નેતાઓમાંથી એક નામ ગોરખપુરથી સાંસદ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન છે જેમને ખુદ ચાર બાળકો છે. જાે કે સંસદમાં લાવવામાં આવેલ તેમનું વિધેયક પાસ થવાની સંભાવનાઓ ખુબ ઓછી જ છે કારણ કે રેકોર્ડ અનુસાર સંસદે ૧૯૭૦ બાદ જ કોઇ પ્રાઇવેટ મેંબર્સ બિલ પાસ કર્યું નથી

યુપી લો કમીશન તરફથી લાવવામાં આવેલ પ્રસ્તાવને ઉત્તર પ્રદેશ જનસંખ્યા (નિયંત્રણ, સ્થાયીકરણ અને કલ્યાણ) કાનુન ૨૦૨૧ નામ આપવામાં આવ્યું છે અને આ સમગ્ર યુપીાં લાગુ થશે આ કાનુન ગજેટમાં પબ્લિકેશનનીા એક વર્ષ બાદ લાગુ થઇ જશે મુસદ્દા અનુસાર બે બાળકોની નીતિનો ભંગ કરનારાઓને સરકારી યોજનાઓ હેઠળ મળનાર લાભ છીનવાઇ જશે અને તેનું રાશન કાર્ડ પણ ચાર લોકો સુધી જ સીમિત કરી દેવામાં આવશે નિયમ તોડનારા લોકોના સ્થાની ચુંટણી સરકારી નોકરીઓમં અરજી કરવાનો અને પહેલાથી સરકારી નોકરી કરી રહેલ લોકોના પ્રમોશનમાં પણ રોક લગાવી દેવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.