યુપીના અધિકારીએ આતંકી લાદેનને પોતાનો ગુરૂ ગણાવ્યો
ફાર્રૂખાબાદ, ઉત્તર પ્રદેશના ફાર્રૂખાબાદ ખાતે એક અધિકારીએ વિશ્વના સૌથી ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને પોતાનો ગુરૂ ગણાવ્યો છે. ઉપરાંત અધિકારીએ પોતાની ઓફિસમાં લાદેનની તસવીર પણ લગાવી છે. ફાર્રૂખાબાદના નવાબગંજ ખાતે વીજ નિગમ કાર્યાલયના પરિસરમાં ઓસામા બિન લાદેનની તસવીરનો ફોટો વાયરલ થયા બાદ ભારે હડકંપ મચ્યો છે.
ઓફિસમાં લાદેનના ફોટાની નીચે શ્રદ્ધેય ઓસામા બિન લાદેન (વિશ્વના સર્વ શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર) એમ પણ લખેલું છે. સાથે જ નીચે ઝીણા અક્ષરે એસડીઓ રવિન્દ્ર પ્રકાશ ગૌતમનું નામ લખ્યું છે. સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર એસકે શ્રીવાસ્તવે આ મામલે તપાસ કમિટી રચવામાં આવી છે અને રિપોર્ટ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
નવાબગંજ વીજ નિગમ કાર્યાલયના પરિસરમાં આવેલા વેઈટિંગ રૂમની દીવાલ પર લાગેલો ઓસામા બિન લાદેનનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉપરી અધિકારીઓને આ અંગેની જાણ થયા બાદ તે ફોટો હટાવી લેવામાં આવ્યો હતો.સબ ડિવિઝનલ ઓફિસર રવિન્દ્ર પ્રકાશ ગૌતમને આ અંગે ફોન કરવામાં આવ્યો તો તેમણે લાદેનને પોતાનો ગુરૂ ગણાવ્યો હતો. સાથે જ એમ પણ કહ્યું હતું કે, આ તસવીર હટાવી લેવામાં આવશે તો બીજી પણ લાગી જશે. આ ફોટો મેં જ લગાવ્યો છે.’
એસડીઓના કહેવા પ્રમાણે લાદેન વિશ્વનો સર્વ શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર છે અને આ કારણે તેનો ફોટો લગાવવામાં આવ્યો છે. સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર એસકે શ્રીવાસ્તવ અને મુખ્ય એન્જિનિયર કાનપુર રાકેશ વર્માએ ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું છે. એસડીઓએ અગાઉ એમડીસહિત અન્ય અધિકારીઓ વિરૂદ્ધ પત્ર લખેલા છે જેની ભાષા જાેઈને એમડીઅને સીએમડીએ કાર્યવાહી કરવાની હિંમત નહોતી કરી.ss2kp