Western Times News

Gujarati News

યુપીના કુખ્યાત વિકાસ દુબેના બાતમીદાર ૩ પોલીસ સસ્પેન્ડ

વિકાસ-પોલીસ કર્મીઓના ફોન કોલ્સમાં ડિટેઇલ્સમાં ધડાકો
કાનપુર,  ઉત્તરપ્રદેશ કાનપુર શૂટઆઉટમાં એક મહત્વનો ખુલાસો થયો છે. કાનપુર નજીક ખૂંખાર ગુંડા વિકાસ દુબે સાથે પોલીસ જવાનોની મિલીભાગત હોવાની વાત સાબિત થઈ છે. વિકાસ દુબેની કોલ ડિટેલઇથી ખબર પડી છે કે ઘટના પહેલાં પોલીસવાળા સતત વિકાસ દુબેના સંપર્કમાં હતા.

હવે એસએસપી દ્વારા ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્રણેય પોલીસ કર્મી સામે તપાસ શરુ કરવામાં આવી છે એસએસપીએ કહ્યું કે ચોબેપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કુંવર, કોન્સ્ટેબલ કૃષ્ણ કુમાર શર્મા અને પોલીસ જવાન રાજીવને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસએસપીએ પોલીસવાળા અને વિકાસ દુબે વચ્ચેની વાતચીતની ફોન ડીટેઇલ્સ કઢાવી છે.

કોલ ડિટેઈલ્સના ખબર પડી છે કે ઘટનાથી પહેલા અને ઘટનાના દિવસ સુધી ત્રણેય પોલીસ કર્મી વિકાસ દુબેના સતત સંપર્કમાં હતા. રવિવારે રાત્રે વિકાસ દુબેના નજીકના દયાશંકર અÂગ્નહોત્રીની પોલીસ અથડામણમાં ધરપકડ કરી હતી. તેણે પોલીસને ઘટનાના દિવસની સંપૂર્ણ વાતચીત કહી હતી. તેના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે પોલીસના ત્રણેય જવાનો વિકાસ દુબેના ઈન્ફોર્મર હતા. પોલીસ ઘેરાબંધી કરશે તેની માહિતી વિકાસ દુબેને પોલીસ સ્ટેશન તરફથી મળતી હતી.

યુપીના બિકરુકાંડ અર્થાત ૮ પોલીસ જવાનોની હત્યા અરસપરસની દુશ્મનીનું પરિણામ હતું. ચોબેપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન એસઓ વિનય તિવારી અને બિલ્હૌર સર્કલના ડીએસપી દેવેન્દ્ર મિશ્રના સંબંધ ખટરાગ ભર્યા હતા. વિનય તિવારી કોઈ પણ રીતે દેવેન્દ્ર મિશ્રાને ત્યાંથી હટાવવા ઈચ્છતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ દુબે પર ૬૦થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા અને હત્યાના પ્રયાસના ૨૦ જેટલા કેસો નોંધાયેલા છે. વિકાસ દુબેએ પોતાનું ગુંડારાજ પોલીસની મદદથી સ્થાપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.