યુપીના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી સામે રાજદ્રોહનો કેસ

લખનૌ, ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી સામે અમર્યાદિત શબ્દોના પ્રયોગ કરવાના આરોપમાં ભાજપ નેતાએ રામપુર સિવિલ લાઈન્સ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આકાશ સકસેનાની ફરિયાદના આધારે પોલીસે કુરૈશી પર રાજદ્રોહની કલમ ૧૨૪ એ સહિત અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી શનિવારે રાત્રે સાંસદ આઝમ ખાનના ઘરે ગયા હતા. ભાજપ નેતા સકસેનાએ આરોપ લગાવ્યો છે કે લોકોની ઉપસ્થિતિમાં પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશીએ ઉત્તર પ્રદેશની યોગી સરકારની તુલના શેતાન સાથે કરી હતી. સરકારની સામે અમર્યાદિત શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ સાથે જ સરકાર અને આઝમ ખાનની લડાઈને માણસ અને શેતાનની લડાઈ કહી હતી. આરોપ છે કે પૂર્વ રાજ્યપાલનું નિવેદન બે સમુદાયો વચ્ચે વેરની ભાવના અને ભડકાવનારું છે તથા જાણી જાેઈને કલંક લગાવવવુ અને સમાજમાં અશાંતિ ઉભી કરવાની શ્રેણીમાં આવે છે.
અજીજ કુરૈશી દ્વારા આપવામાં આવેલુ નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેનાથી રામપુરનો માહોલ ડહોળાઈ જવાની પૂર્ણ આશંકા છે. પોલીસે ફરિયાદના આધારે પૂર્વ રાજ્યપાલની સામે આઈપીસીની કલમ ૧૧૫૩એ, ૧૫૩બી, ૧૨૪એ, ૫૦૨ (૧) હેઠળ રિપોર્ટ નોંધ્યો છે.HS