યુપીના માર્ગો પર અપરાધ તાંડવ કરે છે સરકાર પડદો નાખી રહી: પ્રિયંકા
લખનૌ, કોંગ્રેસ મહામંત્રી અને પૂર્વ ઉત્તરપ્રદેશની કોંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવ્યા બાદથી જ સતત યોગી સરકારની કાનુન વ્યવસ્થાને લઇ હંમેશા પ્રહારો કરી રહી છે તે સોશલ મીડીયાના માધ્યમથી સતત યોગી સરકાર પર હુમલો કરી રહી છે આવું જ કાંઇ તેમણે પોતાના એક ટ્વીટ દ્વારા કર્યું છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
પ્રિયંકાએ ગત બે દિવસોમાં ઉત્તરપ્રદેશમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થઇ છે તેને લઇ આજે સવારે એક ટ્વીટ કરી સરકારને ઘેરી છે તેમણે લખ્યું કે યુપીના મુખ્યમંત્રી સરકારની સ્પીડ બતાવે છે અને અપરાધનું મીટર તેને બેગણી સ્પીડથી ભાગવા લાગે છે પ્રત્યક્ષમ કિમ પ્રમાણમ યે યુપીમાં ફકત બે દિવસોના અપરાધનું મીટર છેયુપી સરકાર વારંવાર અપરાધની ઘટનાઓ પર પડદો નાખી રહી છે પરંતુ અપરાધીઓ પ્રદેશના માર્ગો ઉપર તાંડવ કરી રહ્યાં છે.HS