યુપીના લગભગ ૫૦ નેતાઓને પ્રિયંકાએ પોતે ફોન કરીને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપી
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે આવનાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. હવે ત્યાં પ્રિયંકા ગાંધીએ મોર્ચો સંભોળ્યો છે. પ્રિયંકા ગાંધીએ યુપીના લગભગ ૫૦ નેતાઓને પોતે ફોન કરીને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આટલું જ નહીં ઓગસ્ટ સુધી કોંગ્રેસના પ્રદેશની ૨૦૦થી વઘારે સીટો પર ઉમેદવારોની લિસ્ટ ફાઈનલ કરવાનો ટારગેટ મુકવામાં આવ્યો છે. જે હેઠળ પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ ઝોન વાઈઝ મીટિંગ કરી ધારાસભ્યોના પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
કોંગ્રેસ મહાસચિવ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ આ જૂનથી પહેલા અઠવાડિયામાં યુપીના લગભગ ૫૦ નેતાઓને ફોન કરીને ૨૦૨૨ સુધી ચૂંટણી લડવા માટે કહી દીધું છે. પ્રિયંકાએ સ્પષ્ટ કહ્યું છે કે ચૂંટણીની તૈયારી કરો, તમારી ટિકિટ કન્ફર્મ છે. તેની સાથે ૨૦૧૭માં જીતેલા ૭માંથી ૫ ધારાસભ્યોને પણ ચૂંટણી લડવાની લીલી ઝંડી મળી ગઈ છે. પ્રિયંકાએ આ દરેક નેતાઓને કહ્યું છે કે તે સંપૂર્ણ ફોકસ પોતાના ક્ષેત્ર પર રાખે અને લોકોની વધુમાં વધુ મદદ કરે. આ ઉપરાંત દરેકના સુખ દુખમાં સામેલ થાય અને તેમને સરકારની ખરાબ નીતિઓના વિશે જણાવે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધીએ યુપીના જે કોંગ્રેસી નેતાઓને કોલ કરીને ચૂંટણી લડવાનું કહ્યું છે. તેમાં શામેલ પંકજ માલિક, પુરકાજી દિપક કુમાર, બેહટથી નરેશ સૈની, સહારપુરથી મસુદ અખ્તર, વિલાસપુરથી સંજય કપૂર, ચમરૌઆથી યુસુફ અલી તુર્ક, ઈલાહબાદથી અનુગ્રહ નારાયણ, પિંડરાથી અજય રાય, મડિહાનથી લલિતેશ ત્રિપાઠી, જૈનપુરથી તનુજ પુનિયા, તમકુહીરાજથી અજય કુમાર લલ્લૂ, રામપુર ખાસથી આરાધના મિશ્રા મોના, જૌનપુરથી નાદીમ જાવેદ, મથુરાથી પ્રદીપ માથુર, કોલથી વિવેક બંસલ, કાનપુર કેટથી સુહેલ અંસારી અને ફરેંદાથી વીરેન્દ્ર ચૌધરી સહિત તમામ દિગ્ગજ નેતા શામેલ છે.