યુપીની જનતા હવે પરિવર્તન ઇચ્છે છે: સચિન પાયલોટ

નોઇડા, કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાટલોટે ઉત્તરપ્રદેશમાં ભ્રષ્ટાચાર ચરમ પર થવાનો આરોપ લગાવતા અહીં દાવો કર્યો કે રાજયની જનતા પરિવર્તન ઇચ્છે છે.બુલંદશહેર પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે જતી વખતે પાયલોટ નોઇડાથી પસાર થયા અને આ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓએ ડીએનડી ફલાઇવે અને પરી ચૌક પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે પાયલોટે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ઉત્તરપ્રદેશની જનતા પરિવર્તન કાનુન વ્યવસ્થા વધતા ભ્રષ્ટાચારથી આજિજ થઇ ગઇ છે અને પરિવર્તન ઇચ્છી રહી છે.તેમણે કહ્યું કે પેટાચુંટણીમાં જીતથી કોઇ પાર્ટીને કાંઇ ખાસ ફર્ક પડશેનહીં પરંતુ તેનાથી પરિવર્તનનો એક સંદેશ જરૂર જનતામાં જશે પાયલોટે બિહાર ચુંટણીના સંદર્ભમાં આશા વ્યકત કરી કે ત્યાં પણ પરિવર્તનની હવા ચાલી રહગી છે અને મહાગઠબંધનનું સારૂ પ્રદર્શન રહેશે.
મધ્યપ્રદેશમાં ૨૮ વિધાનસભા બેઠકો પર થઇ રહેલ પેટાચુંટણીની બાબતમાં તેમણે દાવો કર્યો કે ત્યાં કોંગ્રેસની સ્થિતિ સારી છે અને લગભગ તમામ બેઠકો પર કોંગ્રેસને વિજય મળવાની સંભાવના છે પાયલોટે તાજેતરમાં બસપા સુપ્રીમો માયાવતીના ભાજપને સમર્થન આપવાનો વિકલ્પ ખુલ્લો હોવાના સંબંધી નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે તેનાથી સ્પષ્ટ થાય છે કે કોણ કોની સાથે છે.તેમણે કહ્યું કે જનતા પણ સમજદાર છે અને તેનો જવાબ ચુંટણીઓમાં આપશે ઉત્તરપ્રદેશમાં ફકત કોંગ્રેસ જ મજબુત સરકારી આપી શકે છે અને વિકાસ કાર્યો કરી શકે છે.HS