યુપીમાંં મહિલાની સુરક્ષાને લઇ રાજયપાલ ગંભીરતા સમજે: પ્રિયંકા
નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના લખીમપુરખીરી જીલ્લામાં ૧૭ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યાને લઇ કોંગ્રેસે રાજયની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસનું કહેવુ છે કે રાજયમાં મહિલા સુરક્ષાની સ્થિતિ ખુબ જ ખરાબ થઇ ચુકી છે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ ઘટનાનો ઉલ્લેખકરતા યુપીના રાજયપાલ આનંદીબેન પટેલને લખ્યું છે કે યુપીમાં આવું હવે રોજ થઇ રહ્યું છે. પ્રિયંકાએ યુપીના રાજપાલને કહ્યું છે કે લખીમપુરમાં એક ઓનલાઇન ફોર્મ ભરવા માટે જઇ રહેલ યુવતી સાથે દુષ્કર્મ થયું અને હત્યા થઇ યુપીમાં હવે રોજ આમ થઇ રહ્યું છે અને આશા છે કે તમે તેની ગંભીરતાને સમજી તેના પર ધ્યાન આપશો પ્રિયંકા યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ અનેકવાર યોગી સરકારને નિશાન પર લઇ ચુકયા છે.
એ યાદ રહે કે પીડીત યુવતીના પરિવારજનો અનુસાર તે સોમવારે ઘરેથી નિકળી હતી તે પાસના શહેરમાં સ્કોકરશિપનું ફોર્મ ભરવા માટે ગઇ હતી જયારે તે ઘરે ન આવી તો પોલીસને માહિતી આપવામાં આવી હતી બાદમાં તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો તેની હત્યા કરવામાં આવી હતી આ પહેલા ૧૫ ઓગષ્ટે એક ૧૩ વર્ષની બાળકી પર રેપ કરવામાં આવ્યા હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી તેની લાશ શેરડીના ખેતરમાંથી મળી આવી હતી પોલીસે આ ઘટનામાં બેની ધરપકડ રકરી છે.યુવતીના પિતાનો આરોપ છે કે યુવતીનું ગળું કાપી દેવામાં આવ્યું હતું.HS