યુપીમાં આગામી વિધાનસભા ચુંટણી પ્રિયંકાના નેતૃત્વમાં લડાશે
કાનપુર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ અહીં સ્પષ્ટ કર્યું છે કે પ્રદેશમાં ૨૦૨૨ની વિધાનસભા ચુંટણી પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવશે અને તેવો પણ દાવો કર્યો છે કે રાજયમાં આગામી સરકાર કોંગ્રેસની જ હશે,તેના માટે જમીની સ્તર પર સંગઠનનું માળખુ તૈયાર કરવામાં આવશે દરેક ગલીમાં કોંગ્રેસના કાર્યકરો હશે. પ્રદેશ અધ્યક્ષ અજયકુમારે કહ્યું કે જનતાની વચ્ચે ગુમાવેલ વિશ્વાસ પાછો હાંસલ કરવામાં આવશે લોકોનો કોંગ્રેસમાં વિશ્વાસ અનેક ગણો વધશે પ્રિયંકા ગાંધી જમીની સ્તર પર તૈયારીઓમાં લાગ્યા છે એક એક પાસા પર એજન્ડની સાથે કાર્ય યોજના બનાવવામાં આવી રહી છે.
ગત ચુંટણીઓથી આ વખતે ચુંટણીમાં પાર્ટીએ પોતાનો જનાધાર વધાર્યો છે પાર્ટી ત્રીજા નંબરે રહી છે.સપા અને કોંગ્રેસની વચ્ચે ફકત મતોની સંખ્યામાં ફકત એક લાખનું ંઅંતર હતું બે વર્ષની અંદર મતોની ટકાવારી અનેક ગણી વધારવામાં આવશે.તેમણે રાજય સરકારની ટીકા કરતા કહ્યું કે આ રાજય તમામ મોરચા પર નિષ્ફળ સાબિત થઇ છે.