યુપીમાં ઑક્સિજનના અભાવે અનેક લોકોના મોત થયા : ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશ

લખનૌ: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ગોપામઉથી બીજેપી ધારાસભ્ય શ્યામ પ્રકાશે એકવાર ફરી સોશિયલ મીડિયા પર એક કમેન્ટ કરીને પોતાની જ સરકારને ઘેરી છે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ લખી કે તમે સત્ય બોલ્યું છે. હું તમારી સાથે સંમત છું. ઑક્સિજનની તંગીથી અનેક લોકો તડપી-તડપીને મર્યા. તેમણે આગળ કહ્યું કે, ધારાસભ્ય રાજકુમાર અગ્રવાલ સહિત લાખો લોકોનું દર્દ કોઈને નથી જાેવા મળતું.
જણાવી દઈએ કે હાલમાં જ કેન્દ્ર સરકારે રાજ્યોના આંકડાના આધારે જણાવ્યું હતું કે દેશમાં બીજી લહેર દરમિયાન કોઈનું પણ ઑક્સિજનની તંગીના કારણે મોત નથી થયું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સરકારના નિવેદનની ટીકા પણ થઈ હતી. બીજેપી ધારાસભ્ય શ્યામ પ્રકાશ સોશિયલ મીડિયા પર પોતાની બેબાક ટિપ્પણીઓને લઈને જાણીતા છે. તેમણે હાલમાં જ કૉમેન્ટમાં સરકારી દાવાને જૂઠા ગણાવતા પોતાની વાત સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરી હતી.
જાે કે ખુદ તેમણે આ પોસ્ટ પર કોમેન્ટને લઈને કેમેરા સામે નિવેદન આપવાથી ઇનકાર કર્યો, પરંતુ સપાએ બીજેપી ધારાસભ્યની આ કૉમેન્ટને લઈને સરકાર પર પ્રહાર કર્યો. તેમની આ પોસ્ટ બાદ સપાના જિલ્લાધ્યક્ષ જીતેન્દ્ર વર્મા ‘જીતૂ’એ કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યું કે, હવે બીજેપીના ધારાસભ્ય જ પોતાની કેન્દ્ર સરકારની નીયત પર પ્રશ્ન ઊઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારનું સદનમાં આપવામાં આવેલું નિવેદન શરમજનક છે, કે કોરોના કાળમાં ઑક્સિજનના અભાવે કોઈનું પણ મોત નથી થયું. પોલ એનાથી જ ખુલી જાય છે કે બીજેપીના નેતા અને ધારાસભ્ય ખુદ કેન્દ્ર સરકારની નીયત પર પ્રશ્ન ઊઠાવી રહ્યા છે.
તેઓ ખુદ કહી રહ્યા છે કે ઑક્સિજનની તંગીથી દેશ-પ્રદેશમાં મોત થયા છે. તેમણે સ્વીકાર્યું છે કે તેમની સરકારમાં ઑક્સિજનની તંગીથી હજારો મોત થયા છે. બીજા કેટલાક ધારાસભ્યો કહી રહ્યા છે કે લાખો મોત થયા છે. સંડીલાના ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે, મારા પુત્રનું મોત થયું છે, જેનું કારણ ઑક્સિજનો અભાવ હતું.’