યુપીમાં કોંગ્રેસ પાર્ટીએ ટિકિટનો દાવો કરનારાઓ સામે નવી શરત મૂકી

લખનૌ, ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે, જેનું બ્યુગલ વાગી ગયું છે. તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે દરમિયાન કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ માટે દાવેદારી કરનારાઓની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટીએ ટિકિટનો દાવો કરનારાઓ સામે નવી શરત મૂકી છે. આ શરત અનુસાર કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડવાનો દાવો કરનારાઓએ ૧૦ હજાર લોકોની સભ્યપદ મેળવવી પડશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા તરત જ સભ્યો બનાવવાના લક્ષ્યાંકે ટિકિટના દાવેદારોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. એટલું જ નહીં, દાવેદારોએ સભ્ય દીઠ પાંચ રૂપિયા પણ લેવાના રહેશે. મીડિયા અહેવાલો અનુસાર ગોરખપુર જિલ્લાની ૯ વિધાનસભા બેઠકો માટે ૬૮ ઉમેદવારોએ ટિકિટ માટે દાવો કર્યો છે. એક અથવા બે દાવેદારોને બાદ કરતાં બાકીના માટે સભ્યપદ ડ્રાઇવ એક મોટી કસોટી છે.
કોંગ્રેસના દાવેદારોએ પાર્ટી ફંડમાં ૧૧,૦૦૦ રૂપિયા જમા કરાવવાના હતા. જે બાદ ૨૯ નવેમ્બરના રોજ, ગોરખપુર બસ્તી વિભાગના લગભગ ૩૫૦ દાવેદારોએ એનેક્સી ભવનમાં એક લાંબી મુલાકાત લીધી હતી. આવા સમયે કોંગ્રેસ પાર્ટીની ટિકિટ મેળવવાના દાવેદારોની નવી પરીક્ષા સદસ્યતા અભિયાન વિશે છે.
હકીકતમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દ્વારા ૨૬ નવેમ્બરના રોજ લખનઉમાં સભ્યપદ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ દાવેદારોને ૧૦-૧૦ હજાર સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેઓ સભ્ય બનાવી શકશે નહીં, તેમના દાવા પર સંકટ ઊભું થશે.
જાે ટિકિટના દાવેદારોની વાત માનીએ તો પાંચ રૂપિયાની સદસ્યતા ફીની કોઈ મુશ્કેલી નથી. ૧૦ હજાર લોકોને શોધવા મુશ્કેલ છે. સમાચાર અનુસાર જાે ગોરખપુર જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર લક્ષ્?યાંક પૂર્ણ થાય છે, તો કોંગ્રેસ પાર્ટીના સભ્યોની સંખ્યા વધીને ૬.૮૦ લાખ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટી તરફથી ગોરખપુર શહેર અને ગ્રામીણ વિધાનસભા સીટ માટે ૧૦-૧૦ દાવેદારોએ ટિકિટ માટે અરજી કરી છે. આવા સમયે કેમ્પિયરગંજમાંથી આઠ, પિપરાચમાંથી સાત, સહજનવાથી આઠ, ખજનીમાંથી સાત, ચૌરીચૌરામાંથી પાંચ, બાંસગાંવમાંથી આઠ અને ચિલ્લુપરથી ચાર લોકોએ અરજી કરી છે.
કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ ર્નિમલા પાસવાનનું કહેવું છે કે, તમામ દાવેદારોને પાંચ રૂપિયા લઈને ૧૦-૧૦ હજાર સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કોંગ્રેસની તરફેણમાં સમર્થન જાેતાં લક્ષ્?ય આસાનીથી પૂર્ણ થશે.HS