Western Times News

Gujarati News

યુપીમાં કોરોનાથી મરનારા ૫૬ ટકાને કોઇ બિમારી ન હતી

લખનૌ, કોરોના વાયરસ દેશમાં વૃધ્ધો કે અન્ય બીમારીઓથી પીડિત લોકોને સૌથી વધુ શિકાર બનાવી રહ્યો છે.ઉત્તરપ્રદેશમાં ઓછી ઉમરના લોકો માટે પણ વાયરસ જાનલેવા સાબિત થઇ રહ્યો છે પ્રદેશમાં અત્યાર સુધી ૫૬ ટકા એવા લોકોએ પોતાના જાન ગુમાવ્યા જેમણે કોરોનાથી પહેલા કોઇ બીમારી ન હતી.

પ્રદેશમાં જેટલા મોત થયા છે તેમાં લગભગ ૪૪ ટકા ૩૦થી ૫૯ વર્ષના લોકો હતાં આ ખુલાસો કેન્દ્ર અને રાજય સરકારની બેઠકમાં ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ તરફથી રજુ કરવામાં આવેલા આંકડામાં થયો.

સૌથી વઘુ ૩૭ ટકા મોત લખનૌ,મેરઠ બનારસ કાનપુરનગર ગોરખપુરમાં થયા મેરઠ જીલ્લામાં મૃત્યુ દર ૨.૪ ટકા છે.જેમાં અનેક અઠવાડીયાથી પરિવર્તન થયું નથી રિપોર્ટ અનુસાર યુપીમાં કોરોનાનો પહેલો પીક પસાર થઇ ચુકયો છે હવે સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ મોત રોકવા માટે જીલ્લા અને હોસ્પિટલ સ્તર પર પુન સમીક્ષા કરવાની જરૂરત છે. રિપોર્ટ અનુસાર અમરોહા,ફતેહપુર મથુરા આઝમગઢ બહરાઇચ સંભલ રાયબરેલી સિધ્ધાર્થનગર અમેઠી અને કાસગંજમાં કોરોનાના દર્દી વધી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.