યુપીમાં કૌશાંબીમાં માર્ગ અકસ્માતમાં આઠના મોત
કૌશાંબી, ઉત્તરપ્રદેશના કૌશાંબી જીલ્લામાં મોટો માર્ગ અકસ્માત થયો છે જેમાં આઠ લોકોના મોત નિપજયા છે જયારે બે લોકોને ઇજા થઇ છે ઇજા પામેલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ધટનાની જાણકારી મળવા પર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
કૌશાંબીના કડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દુર્ધટના થઇ હતી. દેવીગંજની પાસે લગ્ન સમારોહમાં સ્કોર્પિયો પર એક ટ્રક પલ્ટી ગઇ હતી અને આઠ લોકોના મોત નિપજયા હતાં. જાન કોખરાજ કોતવાલીના શહજાદ પુરથી દેવીગંજ ખાતે મહેશ્વરી ગાર્ડન ગઇ હતી. ઘટનાની માહિતી મળતા જ જીલ્લાધિકારી અને પોલીસ અધીક્ષક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.HS