યુપીમાં ક્યાંક જાતિવાદ ઉપર રાજકીય પક્ષો ચૂંટણી લડે છે, અથવા તો ધર્મને નામે મત માંગી
સુપ્રીમકોર્ટે ઉન્નાવ ગેંગરેપ કેસમાં એક જ દિવસમાં ચાર આદેશો કરી યુવતીને ન્યાય આપેલો પણ પીડિતાએ કહ્યું ‘મેરી લડાઈ મે ખુદ લડુંગી’ અને પ્રિયંકા ગાંધીએ સુત્ર આપ્યું હતું કે ‘લડકી હુ તો લડ સકતી હું’!
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર જે તે સમયના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઈ, જસ્ટીસ શ્રી દિપકભાઈ ગુપ્તા, જસ્ટીસ શ્રી અનિરુદ્ધ બોસની છે જેમણે ઉનાવા ગેંગ રેપ પીડિતાને સુનાવણી દરમિયાન ઉનાવા ગેંગ રેપ પીડિતાને ન્યાય આપતા એક જ દિવસમાં ચાર હુકમ કરેલા
જેમાં એક હુકમ હતો સીબીઆઈએ સાત દિવસમાં તપાસ પૂર્ણ કરવી! ૪૫ દિવસ માં ટ્રાયલ પૂર્ણ કરવી, કેસ યુપી બહાર ચલાવો અને યુવતીને ૨૫ લાખનું વળતર આપવા કોર્ટે આદેશ કરેલા! બીજી તસવીર યુપી વિધાનસભાની છે
જયારે ઇન્સેટ તસ્વીર પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની છે તેમની તુલનાત્મક રાજકીય વ્યક્તિત્વનો અભ્યાસ જરૂરી છે આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઉનાવા ખાતે પીડિતાના પરિવારને શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રા મળ્યા ત્યારે પીડિતા યુવતી એકલી જતી હતી અને તેણે તેના પિતાને કહ્યું કે ‘મે લડકી હું લેકીન મેરી લડાઈ ખુદ લડુંગી’! અને પ્રિયંકા ગાંધી આ શબ્દો અને ભાવનાથી એટલા પ્રભાવિત થયા કે
પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સૂત્ર આપ્યું કે ‘લડકી હું તો લડ શકતી હું’!! પ્રિયંકા ગાંધી એક હ્રદય સ્પર્શી અને દર્દ ભરી દાસ્તાન આ અનુભવ ઉપરથી મહિલા માટે સૂત્ર આપ્યું તેમણે એક મીડિયા સાથે વાતચીત કરતા પત્રકાર દ્વારા પૂછાયેલા પ્રશ્નો જવાબ સાથે આપ્યો હતો
અને કહ્યું કે ‘અત્યારે ઉત્તર પ્રદેશમાં ક્યાય જાતિવાદ ઉપર રાજકીય પક્ષો ચૂંટણી લડે છે, કા તો ધર્મને નામે મત માગી ચૂંટણી લડે છે પરંતુ પ્રજાની સમસ્યા આધારિત ચૂંટણી કોઈ નડતું નથી દેશને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે! આનાથી દેશનો કઈ ભલું નહીં થાય!! પ્રિયંકા ગાંધીએ પોતાના વૈચારિક દ્રષ્ટિકોણ મૂકતા તેમણે યોગી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઉત્તર પ્રદેશમાં કાયદાનુ શાસન છે એ મુદ્દાને સ્પષ્ટ રીતે ચૂંટણી સભામાં પણ નકારી દીધો છે
અને કહ્યું છે કે એક કેન્દ્રીય મિનિસ્ટર ના પુત્ર દ્વારા ખેડૂતો પર મોટર ચઢાવી દેવાય ને એફઆઈઆર કરવા અવાજ ઉઠાવવા પડ્યો અને સરકારના પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું ના આપે તેને ‘લો એન્ડ ઓર્ડર’ કહેશો આમ ત્રણ વર્ષમાં ઘણી બધી રાજકીય પરિપક્વતા હાંસલ કરી લીધાનું તેમની ચૂંટણી સભાઓ દ્વારા પણ જણાઈ રહ્યું છે સમય જતા તેમની સક્રિયતાને કારણે કોંગ્રેસ મજબૂત થશે એવું જણાય છે દેશમાં એક મજબૂત વિરોધ પક્ષની જરૂર છે
ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના વ્યક્તિત્વની ખાસિયત એ હતી કે તેઓ સલાહ ઘણાની લેતા પણ ર્નિણયો તો પોતે જાતે કરતા હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી એ પંજાબ નો પ્રશ્ન ઉકેલ્યો હતો ઇન્દિરા ગાંધીના પ્રદાન બદલ તેઓને દેશોના સમૂહના અધ્યક્ષ બનાવાયા હતા મજબુત અને મક્કમ આત્મબળને લીધે તો ૧૯૭૧માં પાકિસ્તાન સાથેની અથડામણમાં ભારતનો વિજય થયો હતો!
અમેરિકાના સામાયિક સમાચાર વીકે મંત્રીમંડળમાં એકમાત્ર ‘મર્દ’ છે એવું લખ્યું હતું ડોક્ટર અબ્દુલ કલામને દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનાવા ની તક શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પ્રદાન કરી હતી ૧૯ નવેમ્બર ૧૯૪૭ માં જન્મેલા ઇન્દિરા ગાંધીએ ૧૨ વર્ષની વયે ની વાનરસેના નીસ્થાપના કરી હતી ૧૯૩૬થી ૩૯ સ્વીઝરલેન્ડ રહ્યા ૧૯૪૧માં પાછા ફર્યા
અને ૧૯૩૨માં જવાલાલ નેહરૂ એ જેલમાંથી પોતાની દીકરીને લખેલા પત્રો ગ્લીમ્સ ઓફ વોર્લ્ડ પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયા હતા ૧૯૩૮માં ૨૧ વર્ષે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બન્યા ૧૯૫૯માં સભા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણ ચાણક્ય ગણાતા શ્રીમતી ઇન્દિરા ગાંધી જેવો જ પ્રિયંકા ગાંધીના વ્યક્તિત્વને ઓછું આંકી શકાય તેમ નથી
સૌમ્ય રાજકીય તત્વજ્ઞાન માં માહિર જણાતા પ્રિયંકા ગાંધી નું ભવિષ્ય તેમણે રાજકીય પરિપક્વતા સાથે આપેલા જવાબો તેમના રાજકીય ભાવિ ના ઉજળા સંકેત આપે છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
યૂપીની ચૂંટણીમાં જ્ઞાતિવાદ પર મત મંગાય છે અથવા ધર્મની રાજનીતિ ખેલાય છે પણ ખરેખર યુવતીઓની સલામતી, બેકારી, ગરીબી, મોંઘવારી મુખ્ય મુદ્દા જાેઈએ અને કોંગ્રેસ આ જ માર્ગે ચૂંટણીમાં સારો દેખાવ કરવા માગે છે!-
પ્રિયંકા ગાંધી- કોંગ્રેસના શાસનમાં જે તેલના ભાવ હતા, પેટ્રોલનો ભાવ હતા બેકારી હતી તેના કરતા અત્યારે વધ્યા છે કે ઘટ્યા છે એની તુલના કરો ને- પ્રિયંકા ગાંધી
‘‘જાે કામ કરવું હોય તો સ્ત્રીઓને કહો”!! – માર્ગરિટ થેચર
બ્રિટિશ વડાપ્રધાન થેચર એ કહ્યું છે કે ‘‘તમે કામ અંગે માત્ર કંઈ કહેવા જ માગતા હો તો પુરુષ ને કહો પણ જાે એ કામ કરવું હોય તો સ્ત્રીને જ કહો’’!! અમેરિકન મીડિયા મુઘલ ન્યુઝ નેટવર્ક ના સ્થાપક ટ્રેડ ટર્નારે કહેવું છે કે ‘‘જાહેર કાર્યોમાંથી પુરુષોને હાંકી કાઢવા જાેઈએ અને સ્ત્રીઓને ત્યાં બેસાડી દેવી જાેઈએ એ લોકો આપણા કરતાં વધુ કામ કરી શકે છે”!! પ્રગતિશીલ લોકશાહી દેશોમાં મહિલાઓ નું સ્થાન ઉપર જઈ રહ્યું છે વિશ્વમાં ૧૦૦ થી વધુ મહિલાઓએ વિશ્વમાં સંચાલન ક્ષેત્રે અથવા નેતૃત્વ ક્ષેત્રે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન કરીને વિશ્વને નવી દિશા સમર્પિત કરી છે આજે ભારતમાં મહિલાઓ પ્રત્યે ગુનાઓ વધતા જાય છે!