યુપીમાં ગૌ હત્યાના આરોપીને ત્રણથી દસ વર્ષની જેલ
લખનૌ, યોગી સરકારે ગૌ હત્યા વિરૂધ્ધ નવો અને મજબુત કાયદો પાસ કર્યો છે હવે જે પણ લોકો ગૌ હત્યાના આરોપમાં પકડાશે તો તેને ૩થી ૧૦ વર્ષની જેલની સજા કરવામાં આવશે ગૌ હત્યા કરનારની સંપત્તિ પણ જપ્ત થશે અને તોફાની તત્વોની જેમ તેની ઓળખના પોસ્ટર પણ લાગશે આ સંબંધમાં યુપી સરકારના સંસદીય કાર્ય મંત્રી સુરેન્દ્ર ખન્નાએ જણાવ્યું હતું કે યોગી સરકારે ગૌ વધ નિવારણ સંશોધન બિલ ૨૦૨૦ પાસ કર્યું છે આ કાયદાથી યુપીમાં ગૌહત્યાની વિરૂધ્ધ કાયદો પસાર થઇ ગયો છે.
યુપીમાં હવે ગૌ હત્યાનો ગુનો બિનજામીનપાત્ર હશે નવા કાયદામાં ગૌહત્યા પર ૩થી ૧૦ વર્ષની જેલ અને ૫ લાખ સુધીના દંડની જાેગવાઇ છે ગૌવંશના અંગને ભંગ કરવા પર સાત વર્ષની જેલ અને ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવશે પ્રથમવાર ગૌહત્યાનો આરોપ સાબિત થવા પર સજા અને દંડ બમણો થશે ગેંગસ્ટર એકટ હેઠળ કાર્યવાહી અને સંપત્તિ જપ્ત કરવાની જાેગવાઇ કરવામાં આવી છે.
આ સિવાય યોગી સરકારે હવે ગૌ તસ્કરી સાથે જાેડાયેલા ગુનેગારોના જાહેર પોસ્ટર લગાવશે ગૌ તસ્કરીમાં સામેલ ગાડીઓ ડ્રાઇવર ઓપરેટર અને માલિકને પણ આ કાયદા હેઠ આરોપી બનાવી શકાશે અને તસ્કરો દ્વારા છોડાવવામાં આવેલી ગાયોના ભરણ પોષણનો એક વર્ષનો ખર્ચ પણ આરોપીઓ પાસેથી વસુલ કરવામાં આવશે.HS