યુપીમાં ચંદ્રશેખરની ભીમ આર્મી એકલા હાથે ચૂંટણી લડશે

લખનૌ, યુપીની ચૂંટણીમાં ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી એકલા હાથે ઝુકાવશે. ચંદ્રશેખરે આજે આ વાતની જાહેરાત કરી હતી.સમાજવાદી પાર્ટી બાદ હવે કોંગ્રેસ સાથે પણ ભીમ આર્મીના ગઠબંધનની વાટાઘાટો પડી ભાંગી છે.
ચંદ્રશેખરે કહ્યુ હતુ કે, હું બે વખત અખિલેશને મળ્યો હતો પણ વાત બની નહોતી.અખિલેશ દલિત વિરોધી છે .તેમને દલિત વોટ જોઈએ છે પણ દલિત નેતા નથી જોઈતા. જોકે હવે ચંદ્રશેખરની કોંગ્રેસ સાથે પણ વાત બની નથી.એટલે તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
બીજી તરફ સમાજવાદી પાર્ટીએ સુહેલદેવની ભારતીય સમાજ પાર્ટી, એનસીપી, આરએલડી, અપના દલ, ટીએમસી સાથે ગઠબંધન કરેલુ છે.