યુપીમાં ચીન સહિત કેટલાક પડોશી દેશોની કંપની ભાગ લેશે નહીં
લખનૌ, ભારતના ચીન સહિત કેટલાક પડોશી દેશોની કંપનીઓ હવે યુપીમાં કોઇ સરકારી પ્રોજેકટના ટેન્ડરમાં ભાગ લેશે નહીં રાજય સરકારે તમામ વિભાગોને તેના પર પ્રતિબંધ મુકવા જણાવ્યું છે રાજય સરકારે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે આમાં તમામ વિભાગોની સરકારી ખરીદીમાં અમુક દેશોના બોલી લગાવનારાઓ અથવા કંપનીઓની સંડોવણી પર પ્રતિબંધ મુકવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.
આ અંગે તમામ વિભાગોને પત્ર પાઠવવામાં આવ્યો છે આમાં પીપીપી પ્રોજેકટ્સ રાજય સંચાલિત પ્રોજેકટ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને નિગમો અને સ્થાનિક સંસ્થાઓના પ્રોજેકટ્સ અને સરકારની ખરીદીનો સમાવેશ થાય છે ભારતની ભૌગોલિક સરહદોવાળા દેશો ચીન મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભુતાન શ્રીલંકા વગેરે છે જાે કે આ આદેશમાં કોઇ દેશનું નામ લેવામાં આવ્યું નથી પરંતુ સરહદ પર હાલની પરિસ્થિતિ અને તનાવને ધ્યાનમાં રાખીને માનવામાં આવે છે કે આ સમયે ચીન કંપનીઓ વધુ પ્રભાવિત થશે સરકાર દ્વારા ચાઇનીઝ એપ્લિકેશન પર પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.HS