Western Times News

Gujarati News

યુપીમાં ચૂંટણી જીતવા માટે ભાજપે આવો બનાવ્યો “મેગા પ્લાન”

પેજ પ્રમુખ સંમેલન મંડલવાર, છ ક્ષેત્રમાં સભ્ય અભિયાન, કમલ દિવાળી, દરેક બુથ પર ૧૦૦ સભ્યોને સામેલ કરવા અને પાછળી ચૂંટણીમાં ભાજપે હારેલી ૮૧ સીટ પર રેલીઓ સહિત કાર્યક્રમોની એક યાદી છે.

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને બધી પાર્ટીઓ કમર કસી રહી છે. સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પણ પોતાના પાછલા પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માટે તૈયાર છે. આ વચ્ચે યુપી ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાટે દિલ્હીમાં પાર્ટીની સંગઠનાત્મક બેઠકમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સામેલ થયા હતા.

બેઠકમાં ઉત્તર પ્રદેશ પાર્ટીના પ્રભારી તથા પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધામોહન સિંહ, સંગઠન સચિવ બીએલ સંતોષ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ, કેન્દ્રીય મંત્રી તથા પાર્ટીના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને સંગઠન સચિવ સુનીલ બંસલ પણ હાજર રહ્યા હતા.

દરેક મતદાતા સુધી પહોંચવા માટે સંગઠન, તેની કેડર અને નેતાઓને સામેલ કરવા માટે રણનીતિઓ અને કાર્યક્રમને અંતિમ રૂપ આપવા માટે બેઠકનું આયોજન થયું હતું. પાર્ટી મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા લગભગ ૧૦૦ દિવસમાં ૧૦૦ કાર્યક્રમ શરૂ કરવા તૈયાર છે. મતદાનથી ૧૦૦ દિવસ પહેલા મતદાતાઓને જાેડવાના પાર્ટીના મહત્વાકાંક્ષી કાર્યક્રમની વિગતને બેઠકમાં અંતિમ રૂપ આપવામાં આવશે.

ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓની સાથે મતદાતાઓ સુધી પહોંચવા માટે એક વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું દરેક મોરચાને વિધાનસભાવાર પોતાના કાર્યક્રમો અને બેઠકોનો પૂરી પાડવા માટે થોડા દિવસનો સમય આપવામાં આવશે. દરેક મોરચાએ દરેક વિધાનસભા ક્ષેત્ર સુધી પહોંચવાનું છે.

સૂત્રોએ કહ્યું કે, પેજ પ્રમુખ સંમેલન મંડલવાર, છ ક્ષેત્રમાં સભ્ય અભિયાન, કમલ દિવાળી, દરેક બુથ પર ૧૦૦ સભ્યોને સામેલ કરવા અને પાછળી ચૂંટણીમાં ભાજપે હારેલી ૮૧ સીટ પર રેલીઓ સહિત કાર્યક્રમોની એક યાદી છે.

આ સાથે વિપક્ષ દ્વારા હિંદુ મતોના વિભિન્ન વર્ગોને વિભાજિત કરવા સમાજના પસંદગીના વર્ગો માટે કાર્યક્રમોને પણ અંતિમ રૂપ આપવાના પ્રયાસો પર ચર્ચાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.