યુપીમાં ચૂંટણી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરનું હાર્ટ એટેકથી મોત
સહારનપુર, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના બીજા તબક્કાનું મતદાન સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ ગયું છે, જે સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન અનેક જગ્યાએથી ઈફસ્ મશીન ખરાબ થયાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. તો ત્યાં જ નકુડ વિધાનસભાના ઢીકા ગામમાં તૈનાત પ્રિસાઇડિંગ ઓફિસરનું અવસાન થયું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. હાલ પોલીસે મૃતદેહનો કબજાે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
રવિવારે મોડી રાત્રે નકુડ વિધાનસભાના ઢીકા ગામમાં પ્રિસાઇડિંગ ઓફિસર રાશિદ અલી (૫૫)નું અવસાન થયું હતું. પ્રિસાઇડિંગ ઓફિસરનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય છે. જાે કે, પોલીસે લાશનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
આ અંગે એસએચઓ સરસાવા ધર્મેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે પ્રિસાઇડિંગ ઓફિસર રાશિદ અલી સહારનપુર જિલ્લાના કૈલાશપુર ગામના રહેવાસી હતા અને શિક્ષક હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રશીદ અલીની તબિયત રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે બગડી, જે બાદ તેનો અંગત કાર ચાલક અન્ય લોકો સાથે તેને સહારનપુરની મેડીગ્રામ હોસ્પિટલમાં લઈ ગયો. જ્યાં રાત્રે ૧૦ વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ અંગેની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપ્યા બાદ મૃતદેહના પંચનામા કરીને પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક પ્રિસાઇડિંગ ઓફિસરની જગ્યાએ રિઝર્વમાં તૈનાત અન્ય કર્મચારીને રાત્રે જ પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી હતી.HS