યુપીમાં જાતીય હિંસા કરાવવાની કોશિશ થાય છે : સીએમ યોગી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/yogi-aditanath-1024x576.jpg)
લખનૌ: હાથરસ કાંડને લઈને રાજકિય પાર્ટીઓએ પોતાના સ્તરેથી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. આ કડીમાં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મૌન તોડીને વિપક્ષ ઉપર વળતો પ્રહાર કર્યો છે. સીએમ યોગી આદિત્યનાથના રવિવારે અમરોહા જિલ્લાની નૌગવાં સાદાત સીટીએ ભાજપા બૂથ સ્તરના કાર્યકર્તાઓએ વર્ચ્યુઅલ સંવાદ કરતા કહ્યું કે કેટલાક લોકોને વિકાસ સારો લાગતો નથી. આ લોકો દેશમાં અને પ્રદેશમાં જાતીય અને સાંપ્રદાયિક દંગા ભડકાવવા માંગે છે. તેમણે કહ્યું કે આ દંગામાં વિકાસ અટકશે અને તેમને રોટલીઓ શેકવાનો મોકો મળશે. આ વિચારીને તેઓ ષડયંત્ર રચી રહ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે કેટલાક લોકો જેમનો વિકાસમાં કોઈ રસ નથી. તેમને આ કામ પચી રહ્યો નથી. આવા લોકો રોજ ષડયંત્ર રચી રહ્યા છે. આનાથી સતર્ક રહે.
તેમના ષડયંત્રોને બેનકાબ કરો. ઉપચુનાવની તૈયારીઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રીએ ભાજપા પદાધિકારીઓને જીતનો મંત્ર આપ્યો છે. તેમણે કહ્યું કે કોરોનાના કારણે આ વખતે ચૂંટણી એકદમ અલગ જ રહેશે. મોટી સભાઓ નહીં થાય. એટલે બધું ધ્યાન ૧૦૦ ટકા બૂથોનું ગઠન અને ચાર-પાંચની ટુકડીઓ બનાવીને ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરવા ઉપર થવું જોઈએ. કેન્દ્ર અને પ્રદેશ સરકારના જનહિતનો કાર્ય કર્યા છે. તેમણે જનાતાને જણાવવું પડશે. લોકોને એ પણ જણાવવું જોઈએ અમે અત્યાર સુધી ત્રણ લાખથી વધારે યુવકોને સરકારી નોકરના સપનાને સાકાર કર્યા છે. જ્યારે આટલા યુવકોને ઝડપથી નોકરી આપવા જઈ રહ્યા છે.
૨૦ લાખથી વધારે યુવા રોજગાર-સ્વરોજગાર માટે સરકારી પ્રોત્સાહન પ્રાપ્ત કરી ચૂક્યા છે. બે વર્ષની અંદર દરેક પરિવારના એક યુવકોને રોજગારી આપવાની યોજના ઉપર કામ ચાલી રહ્યું છે. આ પહેલા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પોતાના ટ્વીટર એકાઉન્ટથી એ આલોચકોને જવાબ આપવાની કોશિશ કરી હતી કે ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષાને કમજોર ગણાવી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ઉત્તર પ્રેદશમાં માતાઓ-બહેનોના સમ્માન-સ્વાભિમાનને ક્ષતિ પહોંચાડવાના વિચાર માત્ર રાખનારનો સમૂલ નાશ સુનિશ્વિત છે. મહિલાઓના સમ્માન અને સ્વાભિમાનને નુકસાન પહોંચાડનારા લોકોને તેમની સરકાર ક્યારે નહીં છોડે. કોઈપણ સંજોગોમાં તેમને દંડ મળશે. આ દંડ એવો હશે જે ભવિષ્યમાં ઉદાહરણ બનશે.