યુપીમાં ટ્રિપલ તલાક પીડિત મહિલાને છ હજાર રૂપિયા યોગી સરકાર આપશે
લખનૌ: પ્રદેશમાં સાત હજાર ટ્રિપલ તલાક પ્રભાવિત મહિલાઓ છે આ તે પીડિત મહિલાઓ છે જેમણે મામલાની એફઆઇઆર દાખલ કરાવી છે અથવા તો જેમનો ફેમિલી કોર્ટમાં મામલો વિચારાધીન છે પ્રદેશ સરકાર આ મહિલાઓ માટે છ હજાર રૂપિયા આપવાના માટે તાકિદે કેબિનેટમાં પ્રસ્તાવ લાવશે
કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાકને અપરાધના દાયકામાં લાવવામાટે કાનુન બનાવ્યો તો ત્યારબાદ પ્રદેશ સરકારે આ મહિલાઓની સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ આયોજીત એક સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રિપલ તલાક પીડિત અને પરિત્યત્કા મહિલાઓ માટે ૫૦૦ રૂપિયા મહીને આર્થિક સહાયતાની જાહેરાત કરી હતી જાહેરાત અનુસાર આ સહાયતા મહિલાઓને ન્યાય મળવા સુધી જારી રહેશે તેની ખાસ વાત એ છે કે અન્ય કલ્યાણકારી યોજનાની જેમ તેમાં કોઇ પણ આવક સીમા નક્કી કરવામાં આવી નથી. ફકત મહિલાના પીડિત હોવુંં જ લાભ લેવાના હકદાર માનવામાં આવશે સરકારના નિર્દેશ પર વિવિધ જીલ્લાથી તલાક પીડિત મહિલાઓના આંકડા એકત્રિત કરવામાં આવ્યા
જેથી સંખ્યાના આધાર પર બજેટની જાેગવાઇ કરી શકાય. જીલ્લાથી પ્રાપ્ત રિપોર્ટ અનુસાર ટ્રિપલ તલાક પીડિત મહિલાઓની સંખ્યા સાત હજાર છે.તેમાં તે ટ્રિપલ તલાક પીડિત મહિલાઓ સામેલ નથી જે અન્યાય સહન કર્યા બાદ ચુપ બેસી ગઇ છે અને કયાંય પણ ફરિયાદ દાખલ કરાવી નથી અધિકારીઓનું કહેવુ છે કે ફરિયાદ દાખલ ન કરાવનારી મહિલાઓની સંખ્યા પણ ખુબ હોઇ શકે છે.તેને ટ્રેસ કરવી સરળ નથી આથી પહેલા તબક્કામાં એફઆઇઆર દાખલ કરવી કે કોર્ટ કેસ કરનારી મહિલાઓને જ સામેલ કરવામાં આવી છે. લઘુમતિ કલ્યાણ નિર્દેશાલયના ઉચ્ચ સુત્રોના જણાવ્યા અનુસાર બજેટનું અનુમાન લગાવતા પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે તાકિદે તેને કેબિનેટથી પાસ કરાવવામાં આવશે