Western Times News

Gujarati News

યુપીમાં દુધપીતી બાળકના ગળા ઉપર ચપ્પુ રાખી માતા સાથે ગેંગરેપ

Files Photo

લખનૌ, અત્યારે ઉત્તરપ્રદેશના હાથરસ સામૂહિક દુષ્કર્મની ઘટનાની આગ હજુ શાંત પડી નથી ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના બની હતી પોતાના ઉપર ગેંગરેપ થયાની જાણ મહિલાએ પોલીસને કરી હતી જેના પગલે પોલીસે મહિલાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું પોલીસ મહિલાને રાત્રે જ તેના ઘરે છોડી આવી હતી
મળતી માહિતી અનુસાર મહિલા મંગળવારે પોતાના દુધ પીતા બાળકની દવા લેવા માટે ગોલા ગઇ હતી પીડિતાના જણાવ્યા પ્રમાણે રસ્તામાં લક્ષ્મનજતીની પાસે ગામના બે યુવકો તેને ખેતરમાં ખેંચી ગયા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મહિલાના જણાવ્યા અનુસાર તે બંન્ને યુવકોને ઓળખે છે બંન્નેએ તેના બાળકના ગળા ઉપર ચપ્પુ રાખ્યું હતું બંન્નેે વારાફરતી તેના ઉપર રેપ કર્યો હતો ઘટના બાદ પાડિતાએ આ અંગેની જાણ પોતાના પતિને કરી હતી પતિ મહિલાને પોલીસ સ્ટેશન લઇ ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.પતિનો આરોપ છે કે તેમને દિવસભર પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતાં અને તેમની ફરિયાદ ન લીધી અને મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું ન હતું જયારે પોલીસનુંકહેવુ છે કે ઘટનાની જાણ થઇ છે જેના પગલે તેની તપાસ કર્યા બાદ કેસ દાખલ કરવામાં આવશે પોલીસે કેસ દાખલ કર્યો નહોતો અને મહિલાને જીપમાં ઘરે મોકલી દીધી હતી જાે કે પોલીસ કર્મી અનિલ યાદવનું કહેવુ છે કે મામલો ગંભીર પ્રતિત થાય છે જેથી તપાસ કરવામાં આવશે.

એ યાદ રહે કે ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મિકી સમાજની સગીરા ઉપર દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર દેશમાં લોકોમાં રોષ ફેલાઇ ગયો છે આ સાથે જ ઉત્તરપ્રદેશ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા હતાં એટલુ જ નહીં પીડિતાના પરિવારને મીડિયા સાથે પણ વાત કરવા દેવામાં આવી ન હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.