Western Times News

Gujarati News

યુપીમાં દુલ્હન બનીને યુવક પ્રેમિકાને મળવા પહોંચી ગયો

ભદોહી: યુપીના ભદોહી જિલ્લામાં એક યુવક દુલ્હન બનીને તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચી ગયો. પહેલા તો પ્રેમિકાના પરિવારના સભ્યોને એવું લાગ્યું કે કોઈ ફ્રેન્ડ મળવા આવી હશે, પરંતુ જ્યારે શંકા થવા લાગી તો દુલ્હન બનેલા યુવકને પકડીને તેનો ઘૂંઘટ ઉઠાવ્યો અને આખી પોલ ખુલી ગઈ. આ દરમિયાન ઘરની બહાર પહેલાથી જ બાઈક લઈને ઉભેલા બે યુવકો તેને લઈને ભાગી ગયા હતા.

આ આખો મામલો ભદોહી જિલ્લાના એક ગામનો છે. જ્યાં એક યુવાન લાલ જાેડામાં દુલ્હન બનીને તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. ખભા પર પિંન્ક કલરનું લેડીઝ પર્સ અને પગમાં સેન્ડર પહેરીને દુલ્હન બનીને પહોંચેલા યુવકને જાેઈને એવું લાગતું હતું જાણે કે, તાજેતરમાં લગ્ન થયા હોય.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે બપોરે તક જાેઇને યુવક દુલ્હનના વેશમાં ગર્લફ્રેન્ડના ઘરે દાખલ થયો હતો, પરંતુ જ્યારે પરિવારના સભ્યોને શંકા ગઈ ત્યારે તેઓએ ઘૂંઘટ ઉંચકવા માટે કહ્યું. આ દરમિયાન યુવક દોડવા લાગ્યો હતો, જાે કે, લોકોએ તેને પકડી લીધો અને પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેને બે ચાર લાફા પણ માર્યા હતા.

સ્થળ પર હાજર કેટલાક લોકોએ તેમના મોબાઇલ કેમેરાથી આ બધું રેકોર્ડ કરી લીધું હતું. પૂછપરછ ચાલી રહી હતી, ત્યારે નજીકમાં ઉભેલા યુવકના સાથીઓ તેને બાઇક પર લઇને ભાગવામાં સફળ થઈ ગયા. જાે કે, પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી નથી. હવે જાેતજાેતામાં પ્રેમી યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.