Western Times News

Gujarati News

યુપીમાં દુષ્કર્મની સજા આરોપીને પાંચ ચપ્પલ મારી ૫૦,૦૦૦ લઈ મામલો ખત્મ કરવાનો આદેશ

લખનૌ: દેશ દુનિયાના કાયદાઓમાં સજા આપવાનો હક્ક પીડિત વ્યક્તિને નહીં પણ એક સુવ્યવસ્થિત કાયદા પ્રક્રિયા એટલે કે અન્યોના હાથે અપાયો છે. આવી જ એક આપણે ત્યાં પંચાયત વ્યવસ્થા પણ છે, જાેકે પંચાયત વ્યવસ્થાના ર્નિણયો ઘણીવાર વિવાદીત બન્યા છે. કોઈ દુષ્કર્મની પીડિતાને ન્યાય આપવાના મામલામાં આરોપીને પાંચ લાફા મારીને અને અમુક રકમનું વળતર લઈને મામલો રફેદફે કરવાનો ર્નિણય કોઈ પત્થર હૃદય વાળો જ આપી શકે. આમાં ભણતરને કોઈ લેવાદેવા નથી અભણ પણ લાગણી સમજે છે. જાેકે ઉત્તર પ્રદેશના મહરાજગંજના કોઠીભાર પોલીસ મથકના વિસ્તારમાં આવી જ એક ઘટના બની છે.

અહીં ગત ૨૩ જુને શાકભાડી તોડવા ખેતરમાં આવેલી નાબાલીકને આરોપીએ મોંઢુ બંધ કરી દુષ્કર્મનો ભોગ બનાવી હતી. જે પછી આરોપીએ પીડિતાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.સગીર દીકરીના સંબંધીઓએ જણાવ્યું હતું કે, આરોપીએ ગામના કેટલાક વૃદ્ધોને તેની તરફેણમાં લઇને પંચાયત કરાવી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે આરોપીઓને બચાવવા પંચાયત પણ યોજવામાં આવી હતી. પીડિતાના પિતાને ૨૪ જૂને પંચાયતમાં હાજર રહેવાનો હુકમ ફરમાવ્યો હતો. પંચાયતે એમ પણ કહ્યું હતું કે જાે હાલ પંચાયતમાં હાજરી નોંધ કરાશે નહીં તો તેઓને ગામની બહાર ફેંકી દેવામાં આવશે.

પંચાયતે બળાત્કારના આરોપીને પાંચ ચપ્પલ મારીને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દરમિયાન, ૨૫ જૂનના રોજ પીડિતાની માતા તેની પુત્રી સાથે કોઠીભાર પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ન્યાયની વિનંતી કરી હતી. આરોપ છે કે પોલીસે પીડિતા અને તેની માતાને પોલીસ સ્ટેશનથી ભગાડી મુકી હતી. બીજી તરફ, જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પોલીસે ૨૬ જૂને બળાત્કારની જગ્યાએ છેડતીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

જેને કારણે આ ઘટનામાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઈ હતી. કોઠીભાર પોલીસ સ્ટેશનના પ્રભારી ધનવીરસિંહે જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એસપી પ્રદીપ ગુપ્તાએ કહ્યું કે, કોઈપણ સંજાેગોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત પોલીસ સ્ટેશનથી માહિતી લીધા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.