Western Times News

Gujarati News

યુપીમાં પુત્રીના લગ્ન માટે મદદ માગી તો દાતાઓ ઉમટી પડ્યા

હમિરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુરમાં જ્યારે એક જમીન વિહોણા પિતાએ તેની પુત્રીના લગ્ન માટે થનાર ખર્ચ અને પોતાની નબળી પરિસ્થિતિ અંગે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો ત્યારે તેમને આશા પણ નહોતી કે આ રીતે તમને મદદ મળી રહેશે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો આવ્યો અને સામાજિક કાર્યકરો મદદ માટે તેના દરવાજા પર કતારબદ્ધ હતા. અગ્રણી સમાજસેવકોએ જાન આગમનના થોડા કલાકો બાકી હતા ત્યાં ભેગા થઈને લગ્ન માટે જરુરી મંડપ, ઘરેણાં, કપડાં અને અન્ય સામાનથી લઈને જમવાની વ્યવસ્થા અને જાનૈયાઓના સ્વાગત તૈયારી પણ કરી દીધી હતી. આ સામાજીક કાર્યકર્તાઓને કન્યાવાળાની જેમ વરરાજા અને જાનૈયાનું સ્વાગત કરતા જાેઈને છોકરાવાળા આશ્ચર્માં પડી ગયા હતા.

હમીરપુર શહેરના ડિગ્ગી રમેડી વિસ્તારમાં રહેતા સંતરામ જમીન વિહોણા છે. તેઓ મજૂર તરીકે કામ કરીને જેમ તેમ પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. તેમણે પોતાની પુત્રી શિલ્પીના લગ્ન ફતેહપુર જિલ્લાના મથુરાપુર ગામમાં રહેતા રાહુલ સાથે નક્કી કર્યા હતા. લગ્ન રવિવારે હતા. લગ્નને લઈને ઘરમાં કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પિતા પરેશાન થઈ ગયા. સંબંધીઓથીઓ લઈને દરેક જગ્યાએ તેમણે રુપિયાની વ્યવસ્થા માટે હાથ લાંબવ્યો હતો પરંતુ કોઈ તેમની મદદ માટે આગળ આવ્યું નહીં. પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા મદદ લેવાનું નક્કી કર્યું.

આ ગરીબ પિતાની લાચારી જાેઇને બુંદેલખંડ રક્તદાન સમિતિના પ્રદેશ અધ્યક્ષ અશોક નિશાદ ઉર્ફે ગુરુએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને લોકોને ગરીબ પુત્રીના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.