યુપીમાં પ્રથમ તબક્કા માટે પ્રચાર સમાપ્ત,૧૧ જિલ્લાની ૫૮ બેઠક માટે ગુરૂવારે મતદાન થશે

લખનૌ, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે સાંજે પાંચ વાગે સમાપ્ત થયો છે પ્રથમ તબક્કા માટે પશ્ચિમ યુપીના ૧૧ જિલ્લાઓમાં ૧૦ ફેબ્રુઆરીએ મતદાન થશે. જેમાં પશ્ચિમ યુપીના ૧૧ જિલ્લા મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુડ, બાગપત, બુલંદશહર, મુઝફ્ફરનગર, શામલી, અલીગઢ, મથુરા અને આગ્રાની ૫૮ વિધાનસભા બેઠકો પર મતદાન થશે.
ચૂંટણી પંચના ડેટા અનુસાર, પશ્ચિમ યુપીના ૧૧ જિલ્લાઓની ૫૮ વિધાનસભા બેઠકોના ૨.૨૭ કરોડ લોકો યુપીના પ્રથમ તબક્કામાં મતદાન કરશે.૧૧ જિલ્લાઓમાં કુલ ૧૦૭૬૬ મતદાન મથકો અને ૨૫૮૪૯ મતદાન સ્થળો બનાવવામાં આવ્યા છે.
પ્રચારના અંતિમ દિવસે ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ રાજધાનીમાં ઈન્દિરા ગાંધી ફાઉન્ડેશનમાં જન કલ્યાણ સંકલ્પ પત્ર જારી કર્યું હતું પ્રથમ તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના નતાઓએ પ્રચાર કર્યો હતો.
યુપીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. તે જ સમયે, પાર્ટી સતત ઉમેદવારોની જાહેરાત કરી રહી છે.ઉત્તર પ્રદેશમાં ૪૦૩ વિધાનસભા મતવિસ્તારો માટે સાત તબક્કામાં ૧૦ ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે. આ દરમિયાન યુપીમાં સાત તબક્કામાં ૧૦, ૧૪, ૨૦, ૨૩, ૨૭ અને માર્ચ ૩ અને ૭ના રોજ મતદાન થશે, મત ગણતરી ૧૦ માર્ચે થશે.HS