Western Times News

Gujarati News

યુપીમાં ભાજપ શાસનકાળમાં જંગલરાજની અરાજકતા ચાલી રહી છે : માયાવતી

લખનૌ: ખુબ સમયથી સરકારને ફકત સલાહ આપનાર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ભાજપ પર આક્રમણ વલણ અપનાવ્યું છે.માયાવતીએ કહ્યું છે કે યુપીમાં ભાજપ શાસનકાળમાં જંગલાજની અરાજકતા ચાલી રહી છે અને આ ગત સમાજવાદી પાર્ટી શાસનકાળથી કયાંયથી પણ ઓછી નથી માયાવતીએ જીલ્લા પંચાયત અધ્યક્ષ, બ્લોક પ્રમુખ ચુંટણીમાં ભાજપ પર ધનબળ,બાહુબલ અને સત્તાના દુરૂપયોગનો આરોપ લગાવતા કહ્યું કે આ જનતંત્રને શર્મશાર કરનાર છે.
બસપા પ્રમુખે એક યાદીમાં કહ્યું કે સપાની જેમજ ભાજપે પણ ધનબળ,બાહુબલ અને સત્તાનો ધોર દુરૂપયોગ સહિત અન્ય અનેક હથકંડા અપનાવી વધુમાં વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે જે જનતાની બેચેની વધારનારાો તથા એક વાર ફરી અહીં લોકતંત્રની યોગ્ય સ્થાપનાની જગ્યાએ જનતંત્રને શર્મસાર કરનાર છે આ અતિ દુખદ દુર્ભાગ્યપૂર્ણ,નિદનીય અને તમામ માટે અતિ ચિંતાજનક પણ છે.

માયાવતીએ કહ્યું કે આ બધુ હોવા છતાં યુપી સરકારના જીતના દાવા અને ઉજવણી દુખી જનતાની ઇજા પર મીઠુ ભભરાવવા જેવું નહીં તો બીજુ શું છે આમ તો ઉત્તરપ્રદેશમાં ગત અનેક વર્ષો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ રહી છે અને પંચાયત ચુંટણી દરમિયાન પણ તોફાન,અપહરણ,અરાજકતાનું વાતાવરણ વગેરે સ્વાભાવિક જ હતું. આથી સરકારની નીતિ અને નીયતને સમજીને જ બસપાએ પહેલા જીલ્લા પંચાયત અધ્યક્ષ અને ત્યારબાદ બ્લોક પ્રમુખોની અપ્રત્યક્ષ ચુંટણી નહીં લડવાનો નિર્ણય યોગ્ય સમજયો જે બાદમાં ચુંટણી ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને બિલકુલ યોગ્ય નિર્ણય સાબિત થયો છે.

માયાવતીએ કહ્યું કે બસપાનો અર્થ છે બધાને ન્યાય બધાને સમ્માન તથા અન્યાય કોઇની સાથે નહીં લોકોએ આ બધુ યાદ રાખીને જ આગળની તૈયારી કરવાની છે હવે ચુંટણીના સમયે લાલચ વચનો ધાર્મિક ભાવનાઓ અને શિલાન્યાસ વગેરેના બહેકાવવામાં આવવાનું નથી માયાવતીએ લોકોને પોતાના પરિવાર સમાજ અને પ્રદેશના વ્યાપક હિતમાં યોગ્ય નિર્ણય લેવાની અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.