યુપીમાં મુખ્યમંત્રી પદ માટે યોગી આદિત્યનાથ પહેલી પસંદ : સર્વે
લખનૌ: વસ્તીના હિસાબથી દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશનું હવામાન હાલ ભરે નરમ ગરમ રહે પરંતુ રાજકીય તાપમાન તેજીથી વધી રહ્યું છે. તમામ નાના મોટા પક્ષ જનતાને લલચાવવા અને પોતાની મત બેંક મજબુત કરવામાં લાગ્યા છે. આ દરમિયાન એક સ્વતંત્ર એજન્સી મૈરરાઇઝ ન્યુઝ દ્વારા ઉત્તરપ્રદેશના ૭૫ જલ્લામાં કરાવવામાં આવેલ ચુંટણી સર્વે અનુસાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદ માટે યોગી આદિત્યનાથ લોકોનો પસંદગીનો ચહેરો છે.આ સાથે જ લોકો બીજા નંબર પર બસપા પ્રમુખ માયાવતી તો ત્રીજા નંબર પર સપાધ્યક્ષ અખિલેશ યાદવને પસંદ કરે છે.
એ યાદ રહે કે આ વર્ષેમં ભાજપ એકવાર ફરીથી મજબુત કડીમાં જાેડાતી જાેવા મળી રહી છે સર્વેમાં લોકોથી જાણવા મળ્યું કેે કોરોનાની બીજી લહેર બાદ યોગી સરકાર પર લોકોનો વિશ્વાસ વધુ મજબુત થઇ ગયો છે.ત્યાં સુધી કે જાે તાકિદે વિધાનસભા ચુંટણી થઇ જાય તો પણ તેમાં ભાજપ એકવાર ફરી સરકાર બનાવશે સર્વેમાં મોટાભાગના લોકોએ મુખ્યમંત્રીના રૂપમાં યોગી આદિત્યનાથને સર્વશ્રેષ્ઠ બતાવ્યા હતાં.
સર્વેમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભૂમિકા અને તેમના યુપી મોડલ સહિત તમામ પગલાથી લોકો ખુબ વધુ સંતુષ્ઠ નજરે પડયા,એ યાદ રહે કે ખુદનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મુખ્યમંત્રી યોગીએ સમગ્ર રાજયમાં આરોગ્ય માળખાની સમીક્ષા કરી અને જીલ્લાનો પ્રવાસ પણ કર્યો હતો તેનાથી સ્થિતિમાં તેજીથી સુધારો જાેવા મળ્યો અને યુપીની સાથે દેશભરમાં લોકોએ તેમની પ્રશંસા પણ કરી હતી.
કામકાજના આધાર પર યોગીની ટકાવારી ૪૬ ટકા સાથે સૌથી ઉપર રહી જયારે ૨૮ ટકા માયાવતીને ૨૨ ટકા લોકોએ જ અખિલેશ યાદવને સારા બતાવ્યા