યુપીમાં વેકસીનેશન થતા જ ૧૮૦૦ આરોગ્ય કર્મચારી ગુમ

બરેલી, કોવિડ વેકસીનેશનનો પહેલો રાઉન્ડ પુરો થતા જ ૧૮૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓ ગુમ થઇ ગયા છે. આરોગ્ય વિભાગ તરફથી ૨૬,૨૯૨ કર્મચારીઓના ડેટા શાસનને મોકલવામાં આવ્યા હતાં પરંતુ અત્યાર સુધી ૨૪,૨૮૯ હેલ્થ વર્કર્સની જ માહિતી મળી શકી છએ આશંકા એ વ્યકત કરવામાં આવી રહી છે કે કયાંયને કયાંક આરોગ્ય કર્મચારીઓનો રેકોર્ડ બનાવવામાં જ ગડબડ થઇ છે. કોરોના મહામારીની રસી સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને જ લગાવવામાં આવી છે શાસને તમામ જીલ્લાના આરોગ્ય કર્મચારીઓની યાદી માંગી હતી.
તેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના તમામ કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતાં જીલ્લાથી જે યાદી શાસનને મોકલવામાં આવી હતી તેમાં ૨૬૨૯૨ આરોગ્ય કર્મચારી સામેલ હતાં સંખ્યાના હિસાબથી જીલ્લા પ્રદેશમાં ટોપ ૫માં સામેલ હતો પરંતુ જયારે વેકસીનેશન શરૂ થયું તો ૧૮૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓની માહિતી મળી શકી નહીં વેકસીનેશનનો પહેલો તબક્કો પુરો થઇ ગયો છે અને ત્યારસુધી ૨૪૨૮૯ આરોગ્ય કર્મચારીઓનો જ રેકોર્ડ સત્યાપિત થઇ શકયો છે.
જીલ્લા પ્રતિરક્ષક અધિકારી ડો આર એન સિંહે કહ્યું કે વેકસીનેશનનો પહેલો તબક્કો પુરો થયા બાદ લગભગ ૧૮૦૦ આરોગ્ય કર્મચારી ઓછા મળ્યા તેથી સંભાવના છે કે અનેક કર્મચારીઓના નામ બે કે તેનાથી વધુ વાર પોર્ટલ પર અપલોડ થઇ ગયા હતાં એ પણ બની શકે છે કે અનેક એવા લોકોના નામ પણ અપલોડ થયા હોય જે તેના માનકમાં આવતા જ ન હોય.HS