યુપી ચૂંટણીમાં ઈવીએમની લૂંટ, અખિલેશ યાદવ ફોરેન્સિક ટેસ્ટ કરાવેઃ મમતા બેનરજી
કોલકતા, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો વિશે કહ્યું છે કે આ ચૂંટણીઓ નિષ્પક્ષ રહી નથી. ટીએમસી ચીફ બેનર્જીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીને હરાવવા માટે ઈવીએમની લૂંટ કરવામાં આવી હતી અને તેમાં ઘણી ગડબડ થઈ હતી. તેમણે સપાના વડા અખિલેશ યાદવને ઈવીએમની ફોરેન્સિક તપાસની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીએ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને તેના સહયોગી પક્ષોને સમર્થન અને પ્રચાર કર્યો હતો.
મમતા બેનર્જીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ખુલ્લેઆમ ઈવીએમની લૂંટ થઈ રહી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે નિરાશ ન થવું જાેઈએ, તેમણે ઈવીએમ મશીનોની ફોરેન્સિક તપાસ કરાવવી જાેઈએ. જેથી સત્ય બહાર આવી શકે. બેનર્જીએ કહ્યું કે ભાજપની તમામ યુક્તિઓ છતાં, અખિલેશ યાદવની સપાની વોટ ટકાવારી છેલ્લી ચૂંટણીની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધી છે, તે લગભગ ૩૨ ટકા થઈ ગઈ છે. જે દર્શાવે છે કે લોકોએ અખિલેશ યાદવને પસંદ કર્યો છે.
મમતા બેનર્જીએ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીને ગઠબંધનની ઓફર પણ કરી છે. તેમણે કહ્યું કે જાે કોંગ્રેસ ઈચ્છે તો આપણે બધા સાથે મળીને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી લડી શકીએ છીએ. હું તેમને સકારાત્મક બનવા અને તેના વિશે વિચારવાનું કહીશ.
ચાર રાજ્યોમાં ભાજપની જીત પર મમતા બેનર્જીએ કહ્યું કે આવનારી ચૂંટણીમાં આ તેમના માટે મોટું નુકસાન સાબિત થશે. તેમણે કહ્યું કે ૨૦૨૨ની ચૂંટણીના પરિણામો ૨૦૨૪ની ચૂંટણીનું ભાવિ નક્કી કરશે અને તેમાં ભાજપની હાર થશે.HS